કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તેના ચાહકો ખૂબ ખુશ થયા છે અને તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે.
બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌત એક શિવ ભક્ત છે. કંગના ઘણી વખત શિવ મંદિરમાં દર્શન કરવા જતી જોવા મળે છે. એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે કંગના રનૌત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી છે જે પોતાના વિવાદિત નિવેદનો માટે લોકપ્રિય છે અને તેને કારણે વારંવાર હેડલાઇન્સ બનાવતી રહે છે પણ હાલ તે કોઈ બીજા કારણે ચર્ચાનો વિષય બની છે.
- Advertisement -
કંગના રનૌતે એક વીડિયો શેર કર્યો
જણાવી દઈએ કે અભિનેત્રી આ દિવસોમાં ઘરે છે. કંગના રનૌત ટૂંક સમયમાં માસી બનવા જઈ રહી છે. તાજેતરમાં કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની ભાભી રિતુ રનૌતના બેબી શાવરના ફોટા શેર કર્યા હતા, જેમાં તેનો આખો પરિવાર દેખાઈ રહ્યો હતો. બીજી તરફ કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તેના ચાહકો ખૂબ ખુશ થયા છે અને તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં તે શ્રાવણ પૂજા કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થવા લાગ્યો હતો.
View this post on Instagram- Advertisement -
વીડિયોના કેપ્શનમાં લખી આ વાત
કંગના રનૌતે હાલ ચાલી રહેલ આ શ્રાવણ મહિનામાં તેના ઘરે ભગવાન શિવનો રુદ્રાભિષેક કર્યો છે, જેમાં તેના પિતા સાથે અનેક પંડિત પૂજા કરતા જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘ શ્રાવણમહિનામાં ઘરે રુદ્ર અભિષેક કર્યો, એક ક્ષણ માટે મને લાગ્યું કે જાણે મહાદેવ સ્વયં મારા ઘરે આવ્યા હોય… હર હર મહાદેવ.’
કંગના રનૌત આ ફિલ્મમાં જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના જલ્દી જ ફિલ્મ ‘ઇમરજન્સી’માં જોવા મળશે. કંગના આગામી ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે. ‘ઇમરજન્સી’ પછી કંગના હોરર-કોમેડી ‘ચંદ્રમુખી 2’માં જોવા મળશે. એક્ટ્રેસ પાસે ફિલ્મ એક્શન ‘તેજસ’ પણ છે. કંગના છેલ્લે ફિલ્મ ‘ધાકડ’માં જોવા મળી હતી.
કંગના રિયાલિટી શો ‘લોક અપ’માં જોવા મળી હતી. કંગનાએ નિર્દેશક અનુરાગ બાસુની ફિલ્મ ‘ગેંગસ્ટર’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 12.67 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી કંગના રનૌતે ‘વો લમ્હે’, ‘લાઈફ ઈન અ મેટ્રો’, ‘રાજ’, ‘ફેશન’, ‘કાઈટ્સ’ અને ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ અભિનેત્રીને ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’થી ખૂબ જ નામ મળ્યું હતું.



