ખાસ-ખબર સંવાદદાતા
કંગાળ પાકિસ્તાને આઈએમએફ આગળ કરેલી કાકલૂદીઓ આખરે કામ આવી છે. આઈએમએફ(ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ)દ્વારા હવે પાકિસ્તાનને 3 અબજ ડોલરની મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમ પાકિસ્તાન પર દેવાળિયા જાહેર થવાનો ખતરો પણ હાલ પૂરતો ટળી ગયો છે.
આઈએમએફે 2019માં પાકિસ્તાનને 21મી વખત લોન આપી હતી અને આ સમય મર્યાદા 30 જૂને પૂરી થતી હતી. જો આઈએમએફ વધુ લોન ના આપત તો પાકિસ્તાનની તકલીફ વધી શકી હોત. દેશમાં એમ પણ બેકારી અને ભૂખમરા જેવી સ્થિતિ છે અને તેમાં દેવાળિયા થવાના કારણે લોકોની મુશ્ર્કેલી વધતી. પાકિસ્તાનમાં લોકો શ્રીલંકાની જેમ સરકાર સામે બગાવત પણ કરત તેવો ડર પણ હતો.
- Advertisement -
આ ત્રણ અબજ ડોલરની લોન એક સ્ટેન્ડબાય એગ્રીમેન્ટ છે. હજી તેને આઈએમએફના બોર્ડની મંજૂરી મવાની બાકી છે. જોકે બોર્ડ દ્વારા પણ મંજૂરી આપવામાં આવશે તે નિશ્ર્ચિત છે. આઈએમએફ બોર્ડની બેઠક જુલાઈમાં થવાની છે અને તેમાં આ ડીલને મંજૂરી આપવામાં આવી છે કે નહી તે ખબર પડશે.