ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ મોરબીના ડોક્ટરોનું એક સંગઠન છે જેના દ્વારા વર્ષ 2021-22 દરમિયાન ડોક્ટરોના સેમિનાર, જનજાગૃતિ અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. એસોસિએશનના સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા વર્ષ દરમિયાન મોરબીમાં તેમજ ગામડાઓમાં અનેક કેમ્પમાં સેવા આપવામાં આવી છે. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ ઉત્કૃષ્ટ કામગીરીઓને ધ્યાનમાં લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, ન્યુ દિલ્હી હેડ ક્વાર્ટર્સ દ્વારા બેસ્ટ બ્રાન્ચ અને કોમ્યુનિટી સર્વિસિસ બદલ “નેશનલ પ્રેસિડન્ટ એપ્રેસીએશન એવોર્ડ” મોરબીની બ્રાન્ચને ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ દરમિયાન એનાયત થયો હતો. વર્ષ 2021-22 દરમિયાન ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની મોરબી બ્રાન્ચના પ્રમુખ તરીકે ડો. દિપક બાવરવા અને સેક્રેટરી તરીકે ડો. જયદીપ કાચરોલાએ પોતાની સેવાઓ આપી હતી.
IMA મોરબીને સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓ બદલ નેશનલ એવોર્ડ મળ્યો

TAGGED:
activities, IMA, morbi, nationalaward, socialservice
Follow US
Find US on Social Medias


