ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7
સીએસકેના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હજુ નિવૃત્તિ લઈ રહ્યા નથી. IPL માંથી નિવૃત્તિના પ્રશ્ર્ન પર, ધોનીએ એક પોડકાસ્ટમાં કહ્યું – ’ના, હમણાં નહીં, હું હજુ પણ IPLમાં રમી રહ્યો છું.’રવિવારે, ઇન્દોરના યુટ્યુબર રાજ શમાનીએ એક પોડકાસ્ટ અપલોડ કર્યો. જેમાં ધોનીએ તેની નિવૃત્તિ પર કહ્યું – ’હું મારી જાતને એક વર્ષનો સમય આપું છું. અત્યારે હું 43 વર્ષનો છું અને IPL -2025 પૂરો થાય ત્યાં સુધીમાં 44 વર્ષનો થઈશ.આ પછી મારી પાસે 10 મહિનાનો સમય હશે. હું આગળ રમી શકીશ કે નહીં તે જાણવા માટે, પણ આ નિર્ણય મારા દ્વારા નહીં, પણ મારા શરીર દ્વારા લેવામાં આવે છે. એક દિવસ પહેલા શનિવાર, 5 એપ્રિલના રોજ એવી અટકળો ચાલી રહી હતી કે ધોની નિવૃત્તિ લઈ શકે છે, જોકે દિલ્હી સામેની મેચ પછી, CSK કોચ સ્ટીફન ફ્લેમિંગે આ અટકળોને ફગાવી દીધી હતી.ફ્લેમિંગે કહ્યું- ધોનીની નિવૃત્તિ વિશે તેની પાસે કોઈ માહિતી નથી. સામાન્ય રીતે સ્ટેડિયમમાં ફક્ત સાક્ષી અને જીવા જ જોવા મળે છે, માહીના માતા-પિતા સ્ટેડિયમમાં જોવા મળતા નથી. બંને 20 વર્ષમાં પહેલી વાર ધોનીની મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા, તેથી તેમની નિવૃત્તિ અંગેની અટકળો પણ તેજ થઈ ગઈ. ધોનીના માતા-પિતા ચેપોક સ્ટેડિયમમાં તેની મેચ જોવા આવ્યા હતા. સામાન્ય રીતે સ્ટેડિયમમાં ફક્ત સાક્ષી અને જીવા જ જોવા મળે છે.