ભાવનગર જ.ઘ.ૠ.નો પ્રોવિઝન સ્ટોર પર દરોડો; રૂ.54 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પશુઓમાં વધુ દૂધ ઉત્પાદન માટે ગેરકાયદેસર રીતે વપરાતા જીવલેણ ઓક્સિટોસિન ઇન્જેક્શનના વેચાણ પર ભાવનગર જ.ઘ.ૠ. પોલીસે લાલ આંખ કરી છે. પાલીતાણા શહેરમાં આવેલા સાહિલ પ્રોવિઝન સ્ટોર પર દરોડો પાડી પોલીસે પ્રતિબંધિત ઇન્જેક્શન અને શંકાસ્પદ પ્રવાહીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
દરોડો અને મુદ્દામાલ: પોલીસ તપાસ દરમિયાન સ્ટોરમાંથી લાયસન્સ વગરના ઓક્સિટોસિન ઇન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹54,598 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી સ્ટોર માલિક સાજીદ સરમાળીની ધરપકડ કરી છે. આ પ્રવાહી માનવ અને પશુ સ્વાસ્થ્ય માટે જોખમી હોવાથી ઝડપાયેલા જથ્થાના નમૂનાઓ ઋજક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
કડક કાર્યવાહી: રેન્જ આઈજી ગૌતમ પરમાર અને એસપી નિતેશ પાંડેયની સૂચનાથી હાથ ધરાયેલી આ કામગીરી બાદ આરોપીને વધુ તપાસ માટે પાલીતાણા પોલીસને સોંપવામાં આવ્યો છે. પશુપાલન ક્ષેત્રે આવા જોખમી રસાયણોનો ઉપયોગ રોકવા માટે પોલીસ આગામી દિવસોમાં અન્ય શંકાસ્પદ સ્થળો પર પણ તપાસ હાથ ધરે તેવી શક્યતા છે.



