ગ્રામ પંચાયતો દ્વારા અનેક રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગની સરકારી અને ગૌચર જમીન પર ગેરકાયદેસર કબ્જો જોવા મળે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા – માલવણ હાઈવે પર કેટલીક સરકારી જમીનો પર ગેરકાયદેસર હોડિંગ બોર્ડ લગાવી દર મહિને લાખ્ખોની કમાણી કરતા ખાનગી કામોની સામે આગાઉ ગ્રામ પંચાયત અને જાગૃત નાગરિકો દ્વારા ધ્રાંગધ્રા પ્રાંત કચેરી ખાતે રજૂઆતો કરી હતી જે બાદ તંત્રે હાઈવે પર આવેલી સરકારી પડતર જમીનો પર ચકાસણી હાથ ધરી હતી જોકે આ ચકાસણી બાદ હજુ સુધી હાઇવે પર હોડિંગ બોર્ડ યથાવત જોવા મળે છે જેથી રજૂઆતકર્તાઓની રજૂઆત સામે તંત્રની કામગીરી શૂન્ય હોવાનું સને આવ્યું છે. આ તરફ હાઈવે પર લગાવવામાં આવેલા હોડિંગ બોર્ડ ભારે પવન અને વરસાદી વાતાવરણમાં ઘટકરૂપી સાબિત થાય છે જેમાં ભારે પવનના લીધે હોડિંગ બોર્ડના લીધે રાહદારીઓ સાથે મોટી દુર્ઘટના થવાના એંધાણ રહે છે ત્યારે હાઈવેની સરકારી જમીનો પર હોડિંગ બોર્ડ લગાવતી ખાનગી કંપની દ્વારા સરકારી જમીનના ઉપયોગ માટે નિયમનુસાર ભાડું ચૂકવવું પડે છે પરંતુ હોવી પર તદ્દન ગેરકાયદેસર ઊભા કરેલા મસમોટા હોડિંગ બોર્ડની ખાનગી કંપનીઓ દ્વારા એકપણ રૂપિયો સરકારી તિજોરીમાં ભરપાઈ નહીં કરી દર મહિને લાખો રૂપિયા કમાય છે જેના પર કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.