ખાસ-ખબર સંવાદદાતા
કમિશ્નર આનંદ પટેલની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા 29 ઓક્ટોબરના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.3માં સાધુ વાસવાણી કુંજ રોડ પર ટી.પી.સ્કીમ.નં. 23(રાજકોટ), એફ.પી.નં. 34/એ(વાણીજ્ય વેચાણ હેતુ) તથા એફ.પી.નં. 9/એ(ગાર્ડન હેતુ)ના અનામત પ્લોટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરી અંદાજે 56 કરોડની કિંમતની 12,903 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, જગ્યા રોકાણ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલા તથા આ કામગીરી દરમિયાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો.