ખાસ-ખબર સંવાદદાતા
મ્યુનિ. કમિશનર આનંદ પટેલની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ શહેરના સેન્ટ્રેલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. 3માં રેલનગર કુંજ રોડ પર ટી.પી. સ્કીમ નં. 23 (રાજકોટ)ના સેલ ફોર કોમર્શિયલ હેતુના એફ.પી. નં. 30-એફ તથા રેલનગર વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં. 19 (રાજકોટ)ના પાર્કિંગ હેતુના એફ.પી. નં. 20-એ અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી અંદાજે 6.84 કરોડની કિંમતની 3257 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ તેમજ દબાણ હટાવ શાખા, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખા અને રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો તથા આ કામગીરી દરમિયાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો.
ગેરકાયદે બાંધકામ દૂર કરાયું: અંદાજે 6.84 કરોડની કિંમતની 3257 ચો.મી. જમીન તંત્રએ ખુલ્લી કરાવી
