મસ્જિદના સંચાલકો સાતથી આઠ દુકાન બનાવી રહ્યાં છે, એ પણ કાયદાની વિરૂદ્ધ
દુકાનો માટેની મંજુરી લેવાઈ નથી, માર્જિન છોડાયો નથી, તમામ દુકાનો ભાડે આપી દેવાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં વોર્ડ નંબર 7માં વિરાણી વાડી ચોક પાસે સિલ્વર માર્કેટની સામે- હાથીખાના મેઈન રોડ પર આવેલી કરિમપુરા મસ્જિદમાં ટ્રસ્ટીઓ દ્વારા જ ખુલ્લેઆમ ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ દ્વારા થતાં આ બાંધકામની મંજુરી લેવાઈ નથી અને એક ફૂટનો માર્જિન પણ છોડવામાં આવ્યો નથી. ખુલ્લેઆમ ચાલી રહેલા આ બાંધકામ સામે જાણે કોર્પોરેશનનાં અધિકારીઓએ આંખ આડા કાન કરી લીધા છે.
કરિમપુરા મસ્જિદમાં થઈ રહેલાં આ બાંધકામ વિરૂદ્ધ એક જાગૃત નાગરિકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી પણ કરી છે. આ બાંધકામ તાત્કાલિક તોડી પાડવામાં આવે તેવી આસપાસના રહેવાસીઓની માંગ છે.