ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારોમાં મનપાનું બુલડોઝર ફરી વળ્યું
ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. અંદાજિત 18 કરોડની જમીન પર ટી.પી. શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું. આજરોજ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 14 (ડ્રાફટ) અનામત પ્લોટ 16-સીમાં કોમર્શિયલ પ્લોટમાં વાણિજ્ય વેચાણ હેતુ માટે કરેલ 2 કરોડની જમીન અને ટી.પી. સ્કીમ નં. 15 અનામત પ્લોટ 20-એ શોપિંગ સેન્ટર જેની કિંમત 3 કરોડ તથા ટી.પી. સ્કીમ 17 એફ.પી. નં. 17-એમાં આવેલી મોરબી રોડના દબાણો જેની કિંમત 13 કરોડ છે આમ ટોટલ 18 કરોડની જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ તકે ટાઉન પ્લાનિંગ શાખાના તમામ સ્ટાફ સહિત અન્ય સ્ટાફ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા.