ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ભડુલા અને રૂપાવટી ખાતે દરોડા, સાત વાહનો ઝડપાયા
ચોટીલા પ્રાંત અધિકારીના દરોડા, રૂ. 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત કોલસાની સિઝન શરૂ થવા જઈ રહી છે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના લીધે ખાણોમાં પાણી ખાલી કરી ફરીથી કોલસાનો ગેરકાયદેસર કારોબાર શરૂ કરવામાં આવી રહ્યો છે ત્યારે થાનગઢ પંથકના ભડુલા વિસ્તારમાં ગત બે દિવસ પૂર્વે પર પ્રાંત અધિકારી દ્વારા દરોડો કરી કોલસાની ખાણો પર દરોડા કર્યા હતા તે છતાં હજુય ભડુલા વિસ્તારમાં કેટલીક ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની સામે આવતા ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગત વહેલી સવારે ભડુલા અને રૂપાવટી ખાતે દરોડા કરી ત્રણ કોલસાની ગેરકાયદેસર ખાણો ઝડપી લીધો હતો આ સાથે પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા થાનગઢ ચોટીલા રોડ પરથી મોડી રાત્રે ખનિજની હેરફેર કરતા સાત જેટલા વાહનો પણ જપ્ત કર્યા હતા આ ઓવરલોડ ખનિજ ભરેલા વાહનો સહિત કુલ 2.80 કરોડનો મુદામાલ જપ્ત કરી ખનિજ માફીયાઓ વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.