India vs Pakistan, Asia Cup 2025: સાહિબજાદા ફરહાનની બંદૂકની ગોળીની ઉજવણીએ વિવાદને વેગ આપ્યો, નેટીઝન્સ કહે છે ‘ખૂબ જ શરમજનક’
એશિયા કપ 2025 IND vs PAK: સાહિબજાદા ફરહાનની 58 રનની ઈનિંગ્સ એ હાઈલાઈટ હોવી જોઈએ, પરંતુ તેના ઉશ્કેરણીજનક બંદૂકના હાવભાવે તેની બેટિંગ પરાક્રમને ઢાંકી દીધી. હરિસ રૌફની ફાઇટર-જેટ સલામી સાથે જોડાયેલી, રવિવારની અથડામણે ફરી એકવાર ક્રિકેટ અને રાજકારણ વચ્ચેની રેખાને અસ્પષ્ટ કરી દીધી, અને ઉચ્ચ દાવવાળી મેચને વિવાદના ફ્લેશ પોઇન્ટમાં ફેરવી દીધી.
- Advertisement -
પાકિસ્તાનના ઓપનિંગ બેટર સાહિબજાદા ફરહાને રવિવારે એશિયા કપ 2025 ની મેચમાં ભારત વિરુદ્ધ અર્ધસદી ફટકારી હતી. તેણે 45 બોલમાં 58 રન કર્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેને આ દરમિયાન બે જીવતદાન પણ મળ્યા હતા. જોકે અર્ધસદી પૂર્ણ કર્યા બાદ તેણે શરમજનક હરકત કરી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.
શું છે મામલો?
ખરેખર તો 29 વર્ષીય પાકિસ્તાની ઓપનર ફરહાને બંદૂક ચલાવતી સ્ટાઈલમાં સેલિબ્રેશન કરતા વિવાદ થયો હતો. તેણે આ રીતે ભારતીયોને ખિજવવાનો પ્રયાસ કર્યો હતો. ફરહાને સ્પિનર અક્ષર પટેલની બોલિંગમાં છગ્ગો ફટકારી અર્ધસદી પૂર્ણ કરી હતી. તેણે ટી-20 ઈન્ટરનેશનલમાં ચોથી ફિફ્ટી ફટકારી હતી. જોકે તેની સેલિબ્રેટ કરવાની રીત સામે ભારતીય ફેન્સ ભડક્યા છે.
- Advertisement -
ભારતીય ફેન્સ ભડક્યાં
સાહિબજાદાની આ હરકત પર ભારતીય ફેન્સે લખ્યું કે ફરહાન ન ફક્ત ભારતીય ટીમ પણ તેના ફેન્સને પણ ખિજવી રહ્યો છે. પહલગામમાં આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારતીય ટીમે પાકિસ્તાન ટીમ સાથે હેન્ડશેક પણ નથી કર્યા.