ગોંડલ B ડિવિઝન પોલીસે બે નંબર પણ જાહેર કર્યા હનીટ્રેપ કે ફસાવવાનો પ્રયાસ કરી રૂપિયા પડાવ્યાં હોય તો પોલીસ મદદ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા આણી ટોળકીનો ભોગ બનનારની વ્હારે પોલીસ આવી છે અને ગોંડલ બિ. ડિવિઝન પોલીસે બે નંબર જાહેર કરી હનીટ્રેપ કે ફસાવવાનો પ્રયાસ કરી રૂપીયા પડાવ્યાં હોય તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરી હતી.
- Advertisement -
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હીંમકરસિંહ, ડીવાયએસપી કે.જી.ઝાલાએ હનીટ્રેપ જેવા ગુન્હા બનતા તાત્કાલીક અસરથી અટકાવવા તથા ભોગબનનાર ને ત્વરીત ન્યાય અપાવવા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી અગાઉ ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપી પદમીનીબા ગીરીરાજસિંહ વાળા, તેનો પુત્ર સત્યજીતસિંહ ગીરીરાજસિંહ વાળા, શ્યામ સંજય રાયચુરા, હીરેન હીતેશ દેવળીયા અને તેજલબેન વિનોદ છૈયાએ ફરીયાદીને પ્રેમજાળમાં ફસાવી દવા પી જવાની ધમકી આપી ફરીયાદી પાસેથી સાત આઠ લાખની માંગણી કરતો ગુન્હો આચરેલ હોય જેથી આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી.
જે બાબતે જાહેર જનતાને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિ આ આરોપીઓનો ભોગ બનેલ હોય કે આરોપીઓએ કોઈને હનીટ્રેપના ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવેલ હોય અથવા પૈસા પડાવવાના પ્રયત્નો કરેલ હોય તો ગોંડલ સીટી બી.ડીવીઝન પોલીસનો સંપર્ક કરશો અથવા પીઆઈ જે.પી. ગોસાઈ (6359625707) (6359625709) પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.