55 કિલો અખાદ્ય પેટીસનો નાશ કરાયો
જલારામ ચોક પર આવેલા સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્ટની ફરાળી પેટીસ ખાવાલાયક નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓ બનાવતા ધંધાર્થીઓને ત્યાં મનપાની ફૂડ શાખા દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ શાખા દ્વારા ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ગાયત્રીનગર મેઇન રોડ, જલારામ ચોક, ભક્તિનગર સર્કલ રાજકોટ ખાતે મંડપ રાખીને શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફરાળી પેટીશનું વેચાણ કરતાં વેપારીને ત્યાં તથા તેના ઉત્પાદન સ્થળ ગીતા નગર-6, ‘ખોડિયાર કૃપા’ રાજકોટના સ્થળે તપાસ હાથ ધરી હતી. આ વખતે સ્થળ પર એવરસ્ટાર, માઈઝ સ્ટાર્ચ પાવડર, ફોર ઈન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી લેબલ છાપેલ મકાઇ- સ્ટાર્ચનો ઉપયોગ ફરાળી પેટીશ બનાવવા માટે કરતાં હોવાનું જોવા મળેલ તથા ઉપયોગમાં લેવામાં આવતું સાયટ્રીક એસિડ ફોર કેમિકલ ઓન્લી છાપેલવાળું વાપરતા જોવા મળ્યું હતું.
- Advertisement -
ઉત્પાદન સ્થળે પક્ષીઓ પણ ખાદ્યચીજની બાજુમાં જોવા મળ્યા અને તળવામાં ઉપયોગમાં રહેલ તેલની ટીપીસી વેલ્યુ 36 જોવા મળેલ કે જે 25થી વધુ ન હોવી જોઇએ. આમ ચકાસણી દરમિયાન હાઇજેનિક કંડિશન જાળવવા અંગે નોટીસ, ફૂડ લાઇસન્સ લેવા અંગે નોટીસ, તળવામાં ઉપયોગમાં રહેલ તેલનો નમૂનો લેવામાં આવ્યો, ફરાળી પેટીશ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફરાળી લોટ (લુઝ)નો નમૂનો અને સ્થળ પર તૈયાર કરાયેલા મકાઇના સ્ટાર્ચવાળી 55 કિલો ફરાળી પેટીશનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.