ઘણા લોકોને જાડા ઓશીકા પર માથું રાખીને સૂવાની આદત હોય છે, પરંતુ આ આદત તરત જ બદલી નાખવી જોઈએ, નહીં તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
જાડા ઓશીકા પર માથું રાખીને ઊંઘવાથી થાય છે નુકસાન
ઓશીકાનું નામ પડતા જ ઘણા લોકો આરામનો અહેસાસ થવા લાગે છે તો ઉંઘ પણ આવવા લાગે છે. આપણે બધા જ ઓશીકા પર માથું રાખીને ઊંઘીએ છીએ. જયારે ઘણા લોકો એવા હોય છે કે જે આરામ કરવા માટે જાડા ઓશીકાનો ઉપયોગ કરે છે, પરંતુ કદાચ તમે જાણતા નથી કે આમ કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કે જાડા ઓશીકા પર માથું રાખીને ઊંઘવાથી શું નુકસાન થાય છે.
- Advertisement -
સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ
સર્વાઈકલ સ્પોન્ડિલોસિસ એક એવી સમસ્યા છે જે માથા નીચે જાડું ઓશીકું રાખીને સૂવાને કારણે થઈ શકે છે. આ સ્થિતિમાં, ગરદનમાં સખત દુખાવો થાય છે. એવામાં સારું એ રહેશે કે તમે આવી સ્થિતિમાં કાં તો ઓશીકું ન વાપરો અથવા પાતળા ઓશીકાનો ઉપયોગ કરો.
સ્લિપ્ડ ડિસ્ક
આપણે માથા નીચે જાડું ઓશીકું રાખીને ન ઊંઘવું જોઈએ કારણ કે તે સ્લિપ ડિસ્કની સમસ્યાનું કારણ બની શકે છે, જે આપણા કરોડરજ્જૂના હાડકાને ગંભીર નુકસાન પહોંચાડે છે. જેના કારણે માંસપેશીઓમાં સોજો આવી શકે છે અને શરીરમાં દુખાવો થવાની સંભાવના રહે છે.
પિમ્પલ્સ
જાણીને નવાઈ લાગશે કે જાડા ઓશીકા પર સૂવાથી ચહેરા પર પિમ્પલ્સ દેખાઈ શકે છે કારણ કે આ સ્થિતિમાં સૂવાથી રક્ત પરિભ્રમણ પર ખરાબ અસર પડે છે, આ સિવાય ત્વચાના છિદ્રો માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેટલાક લોકોના ચહેરા પર એક્ને પણ થવા લાગે છે.
- Advertisement -
અન્ય સમસ્યાઓ
જો તમે નિયમિતપણે જાડા ઓશીકા પર સૂઈ જાઓ છો, તો તેનાથી ગરદન અકડાઈ શકે છે અને સ્નાયુઓ અને ખભામાં પણ દુખાવો થઈ શકે છે. જો તમને પણ આ ખરાબ આદત છે તો આજે જ તેને બદલી નાખો.