પ્રસુતાના મોત મામલે રાજ્ય સરકાર પર ભડકી ગુજરાત હાઇકોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
ગુજરાતમાં થોડા દિવસ પહેલાં એક શરમજનક ઘટના બની હતી. જેમાં ગુજરાત સરકારના આરોગ્ય ક્ષેત્રે હરણફાળના પોકળ દાવાઓની પોલ ખૂલી ગઈ હતી. હજુય ગુજરાતના છેવાડાના ગામોમાં આરોગ્યની સુવિધા પહોંચી નથી. જેના કારણે છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પરપ્રાંતિય મહિલાને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ જીવ ગુમાવવો પડ્યો હત. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. ગુરૂવારે (3 ઓક્ટોબર) અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ઘટનાને શરમજનક જણાવી હતી.
- Advertisement -
ગાંધી જયંતિના દિવસે જ છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી. જોકે, ત્યાં રસ્તાના અભાવે પહેલાં પાંચ કિમી સુધી ઝોળીમાં નાંખીને ગ્રામજનો લઈ ગયાં અને ત્યાંથી 108 આવવાની હતી. આ 108 દ્વારા સગર્ભાને 25 કિમી દૂર રાજકોટની હોસ્પિટલમાં લઈ જઈ જવાની હતી. જોકે, 108 સગર્ભાને લઈને રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલ તો પહોંચી, પરંતુ આ દરમિયાન ગુજરાતની સરકારી હોસ્પિટલમાં તુમારશાહીનો વરવો નમુનો રાજકોટમાં જોવા મળ્યો.
પ્રસુતિની પીડા સાથે રાજકોટમાં ગુંદાવાડી-કેનાલ રોડ પર આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં 108 વાન મારફતે લાવવામાં આવી હતી. આ દરમિયાન મહિલાના પતિને હોસ્પિટલ સ્ટાફ દ્વારા પહેલા કેસ કઢાવવા મોકલવામાં આવ્યો હતો. જેથી મહિલાને પીડા થતી હોવા છતાં તે પતિની પાછળ કેસબારી તરફ ચાલીને જઈ રહી હતી, ત્યારે હોસ્પિટલ સ્ટાફે આ મહિલાને રોકવા કે તેની શારિરીક સ્થિતિની ચકાસણી કરવાની તસ્દી લીધી નહીં. મહિલા પોતાના પતિની પાછળ ચાલીને જતી હતી તે દરમિયાન હોસ્પિટલના પરિસરમાં જ પરસાળમાં તેને અસહ્ય દુખાવો ઉપડ્યો અને ત્યાં જ તેની પ્રસૂતિ થઈ ગઈ.



