ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022માં આ વખતે વરસાદે મોટી ભૂમિકા ભજવી છે. વર્લ્ડકપમાં વરસાદના કારણે ઘણી મેચો રદ્દ કરવી પડી હતી અને આ સાથે જ તેને કારણે ઘણી મેચોમાં મોટો ઉથલ-પાથલ પણ જોવા મળ્યો હતો. આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે અને જણાવી દઈએ કે તેના પર પણ વરસાદનો ખતરો છવાયેલો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે એટલે કે 10 નવેમ્બરના રોજ સેમીફાઈનલ મેચ રમાવાની છે અને આ મેચ એડિલેડમાં ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે. પણ આ મેચમાં વરસાદ થવાની સંભાવના છે. એક્વાવેધરના રિપોર્ટ અનુસાર આજે એડિલેડમાં વરસાદની સંભાવના 25 ટકા સુધી છે અને આ સાથે જ તમને જણાવી દઈએ કે એડિલેડમાં ગઈકાલે રાત્રે પણ ભારે વરસાદ પડ્યો હતો.
- Advertisement -
𝗧𝗵𝗲 𝗠𝗮𝘁𝗰𝗵-𝗗𝗮𝘆 𝗜𝘀 𝗨𝗽𝗼𝗻 𝗨𝘀! 👌 👌#TeamIndia geared up for the #T20WorldCup semi-final clash against England 👍 👍#INDvENG pic.twitter.com/PXZV2AY6wQ
— BCCI (@BCCI) November 10, 2022
- Advertisement -
એવામાં જો આજની સેમીફાઈનલ મેચમાં વરસાદ આવે તો શું થશે? કઈ ટીમ ફાઇનલમાં સ્થાન મેળવશે? આવા અનેક પ્રશ્નો દરેક ભારતીય ફેન્સ ના મનમાં ચાલી રહ્યા છે. આખરે જો મેચમાં વરસાદ પડે તો શું થશે અને કઈ ટીમ ફાઇનલમાં પંહોચશે એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ…
આજની સેમીફાઈનલ મેચમાં વરસાદ આવશે તો શું થશે?
T20 વર્લ્ડ કપ 2022માં રિઝર્વ ડે સુવિધા સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચો માટે કરવામાં આવી છે એટલે કે જો આજની ભારત-ઈંગ્લેન્ડની સેમીફાઈનલમાં જો વરસાદ આવે છે તો આ મેચ 11 નવેમ્બરે પણ એડિલેડમાં જ યોજાશે. આ સિવાય જો પહેલા દિવસે થોડી ઓવર રામૈને વરસાદ આવ્યો તો તો બાકીની ઓવર બીજા દિવસે પણ રમી શકાશે. પણ જો જો બંને દિવસે કોઈ મેચ ન રમાઈ શકાયો એટલે કે જો ટોસ વિના અથવા કોઈ ઓવર વિના વરસાદના કારણે મેચ રદ થયો તો ગ્રુપ સ્ટેજમાં મળેલા પોઈન્ટ અનુસાર આ મેચના પરિણામનો નિર્ણય લેવામાં આવશે. એટલે કે ગ્રુપ સ્ટેજમાં બંને ટીમોના પોઈન્ટ અને નેટ રનરેટના આધારે નિર્ણય લેવામાં આવશે તો પણ તેમાં ભારત જીતશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં 8 પોઈન્ટ સાથે ટોચ પર હતી અને ઈંગ્લેન્ડ તેના ગ્રુપ-1માં 7 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર રહ્યું છે.
All Set 💪
Drop a message and wish #TeamIndia for the semi-final against England 📝#T20WorldCup | #INDvENG pic.twitter.com/bgQlSyGMGY
— BCCI (@BCCI) November 10, 2022
જો થોડી ઓવર જ રમાશે તો શું થશે?
નિયમ અનુસાર જો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં 10-10 ઓવર રમાયઅને પછી વરસાદ પડશે ત્યારે તેનો નિર્ણય ડકવર્થ લુઈસના નિયમ દ્વારા લેવામાં આવશે. જણાવી દઈએ કે જો મેચમાં 10 ઓવરથી ઓછી રમત રમાઈ હોય અને વરસાદને કારણે મેચ રદ કરવી પડે તો ગ્રુપ સ્ટેજ માટે પોઈન્ટનો નિયમ લાગુ પડશે અને એ પરથી ભારત ફાઈનલ માટે ક્વોલિફાય થશે.
ભારત-ઈંગ્લેન્ડ મેચ માટે સંભવિત પ્લેઈંગ-11
ટીમ ઈન્ડિયા – રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક/ઋષભ પંત, અક્ષર પટેલ, આર અશ્વિન/યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
ટીમ ઈંગ્લેન્ડ- જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), એલેક્સ હેલ્સ, ડેવિડ મલાન/ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રૂક્સ, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરાન, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન અને આદિલ રશીદ.