જો તમારાથી તમારા વાહનની RC બુક ગુમ થઈ ગઈ છે અથવા તો તે ચોરી થઈ ગઈ છે તો ચિંતા કરવાની જરૂર નથી. આ સિમ્પલ પ્રોસેસ અપનાવીને તમે ઘરે બેઠા ડુપ્લીકેટ આરસી બુક મેળવી શકો છો.
શું તમારાથી વાહનની RC- Registration Certificate બુક ખોવાઈ ગઈ છે અથવા તો ચોરી થઈ ગઈ છે? જો હા તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વાહનથી સફર કરવા માટે આરસી બુક હોવી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.
- Advertisement -
જોકે તમે તમાકા વાહનની ડુપ્લીકેટ આરસી બુક કઢાવી શકો છો. ડુપ્લીકેટ આરસી માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે અરજી કરી શકો છો.
ડુપ્લીકેટ આરસી માટે અરજી કર્યા પહેલા તમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી પડશે. જેમાં તમે જુની આરસીની વિગતો આપશો. જેવી કે તમારા વાહનની આરસી ખોઈવાઈ ગઈ છે તો તેના વિશે જણાવો અથવા ચોરી થઈ ગઈ છે તો તેના વિશે જાવો. જ્યારે તમે ડુપ્લીકેટ આરસી માટે અરજી કરશો તો પોલીસમાં કરવામાં આવેલી કોપીની જરૂર પડશે.
ડુપ્લીકેટ આરસી માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો?
- Advertisement -
– ફોશ્યલ સેવા પોર્ટલ https://parivahan.gov.in/parivahan//en પર જાઓ.
– વ્હીકલ રિલેટેડ સર્વિસ પસંદ કરો અને પછી પોતાના રાજ્ય અથવા નજીકના આરટીઓ કાર્યાલયની પસંદગી કરો.
– પોતાના વાહનનું રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો અને ‘આગળ વધો’ પર ક્લિક કરો.
– હવે સ્ક્રીન પર તમારા વાહનની સંપૂર્ણ જાણકારી મળી જશે.
– આગળ વધશો તો બીજી સ્ક્રીન પર ઘણા સેવા વિકલ્પ મળશે. તેમાં “ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર” પર ક્લિક કરો.
– તમારા વાહનના ચેસિસ નંબરના છેલ્લા 5 આંકડા દાખલ કરો અને સબ્મિટ કરો દો.
– ત્યાર બાદ બધી ડિટેલ્સની સાથે ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો. પછી “સબમિટ કરો” પર ક્લિક કરો.
– હવે ડુપ્લીકેટ આરસીની ફીની ચુકવણી કરો અને અરજી પત્રની પ્રિંટ આઉટ લઈ લો.
– જો તમારા ત્યાં આ પ્રોસેસ સંપૂર્ણ રીતે ઓનલાઈન નથી તો તમારા ફોર્મને બધા દસ્તાવેજની સાથે આરટીઓ ઓફિસમાં જમા કરવાનું રહેશે.
– સાથે જ તમને પોતાના વાહનની ચકાસણી માટે એપોઇન્ટમેન્ટ સ્લોટ બુક કરાવવો પડશે.
– પ્રક્રિયા પુરી થવા પર તમને ડુપ્લીકેટ આરસી મળી જશે.