જૂનાગઢ-ગીર સોમનાથમાં 1થી 7 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોની માઠી દશા
પરિક્રમાની શરુ થવાની તારીખમાં પણ અવઢવ, 1 અથવા 2 નવેમ્બર!
- Advertisement -
ગિરનાર પરિક્રમામાં કમોસમી વરસાદથી ભવિકોની સંખ્યા ઘટશે
ગિરનાર પર્વત પર વધુ 1 ઇંચ વરસાદ, પરિક્રમા રૂટને અસર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
- Advertisement -
જૂનાગઢ અને ગીર સોમનાથમાં સતત બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ગત 24 કલાકમાં જૂનાગઢ જિલ્લામાંમાં 1 થી 3 ઇંચ અને ગીર સોમનાથ જિલ્લામાં 1 થી 7 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતો પર મોટું સંકટ ઉભું થયું છે. જયારે ખેતી પાકને માવઠાનો માર મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે હજુ ત્રણ – ચાર દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય રેહવાની આગાહી જોવા મળી રહી જેના લીધે ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડશે સાથે શાકભાજીના પાકને માઠી અસર પોહચી છે. એક તરફ ફરી વરસાદી સિસ્ટમ શરુ થતા આગામી તારીખ 1 અથવા 2 નવેમ્બરે પરિક્રમા શરુ થશે તેવી અવઢવ જોવા મળી રહી છે. શાસ્ત્રીઓ અને સાધુ – સંતોના માટે 1 નવેમ્બર દેવ ઉઠી અગિયારશના મધ્ય રાત્રીએ પરિક્રમા શરુ માંગ તંત્ર પાસે કરવામાં આવી છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા 2 નવેમ્બરના રોજ પરિક્રમા શરુ કરવાની વાત કરી છે. એવામાં પરિક્રમા તારીખમાં અવઢવ વચ્ચે હવે માવઠાએ કહેર મચાવ્યો છે. અને છેલ્લા બે ત્રણ દિવસથી સોરઠ પંથકમાં કમોસમી વરસાદ શરુ થતા તેની અસર ગિરનારની પરિક્રમા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગરવા ગિરનારની લીલી પરિક્રમા ગિરનાર ફરતે 36 કિમિ જંગલના ઉબડ ખાબડ રસ્તા પર ચાલીને થતી હોઈ છે. અને કાચા રસ્તા વરસાદ વરસે એટલે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે અગાઉ 10 વર્ષ પેહલા પરિક્રમા સમયે માવઠું થયું હતું ત્યારે પરિક્રમાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જયારે ગિરનાર પર્વત સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ વનવિભાગ દ્વારા પરિક્રમા રૂટની મરામત કરી દેવામાં આવી છે. એવા સમયે ગિરનાર ઉપર વધુ 1 ઇંચ વરસાદ વરસતા પરિક્રમા રૂટના રસ્તાઓને અસર પડી છે. પરિક્રમા શરુ થવાને ત્રણ બાકી છે એવા સમયે જો વરસાદી સિસ્ટમ હજુ આગામી ચાર દિવસ જોવા મળે તેવી હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો વરસાદ સિસ્ટમ શરુ રહેશે તો તેની અસર પરિક્રમા પડે તેવું જોવા મળી રહ્યું છે. એક તરફ ખેડૂતો પોતાના ખેતી પાકને બચાવવા કામે લાગ્યા છે બીજી તરફ પરિક્રમા શરુ થવાની છે એવામાં હવે જયારે પ્રતિ વર્ષ 10 થી 12 લાખ ભાવિકો પરિક્રમા કરવા પધારતા હોઈ છે ત્યારે ભાવિકોની સંખ્યમાં ખુબ મોટો ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતભરમાં માવઠું સક્રિય, પરિક્રમામાં સીધી અસર વરતાશે ?
ગિરનારની લીલી પરિક્રમા શરુ થવાને ત્રણ દિવસ જેટલો સમય બાકી છે એવામાં સમગ્ર રાજ્યમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર પરિક્રમામાં જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. પ્રતિ વર્ષ 10 લાખ જેટલી સંખ્યમાં ભાવિકો પરિક્રમા કરવા પધારે છે. ત્યારે આ વર્ષે કમોસમી વરસાદના લીધે સંખ્યમાં મોટો ઘટાડો જોવા મળે તેવો વરસાદી માહોલ સર્જાયો આ માવઠાના લીધે રોજી રોટી કામવા આવતા નાના ધંધાર્થીઓને પણ ચિંતા વધી છે. વર્ષમાં એકવાર આવતી પરિક્રમાના લીધે ધંધારોજગાર કરી પરિવારનું ગુજરાન ચાલવતા હોઈ છે. ત્યારે નાના વેપારીઓમાં પણ ચિંતા પ્રસરી છે.



