રાજકોટના એક કોંગી નેતાએ સોશિયલ મીડિયામાં રમુજી પોસ્ટ વાયરલ કરી
‘હેલ્મેટના વિરોધમાં પહેલા સારા રસ્તા કરો પછી દંડ ઉઘરાવજો’ની માંગનો પડઘો પડ્યો
- Advertisement -
ચમત્કાર વગર નમસ્કાર નહીં : માધાપર ચોકડીએ રાતોરાત ભષ્ટ્રાચારના ખાડા બૂરવાનું શરૂ
માધાપર ચોકડીએ સોમવારે મોડી રાત્રે તંત્રે રોડ રિપેરીંગ શરૂ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગઈકાલે હેલ્મેટ ફરજીયાતના કાયદાનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને તંત્રને અરીસો બતાવ્યો હતો કે રોહિતસિંહ રાજપૂતે પહેલા રસ્તાઓ સારા આપો- માધાપર ચોકડીં પાસે રસ્તાના ખાડાઓમા હુડકુ પાણીમાં ચલાવી આટલા મસ્ત મોત ખાડાઓ છે ! દંડ ઉઘરાવવા પહેલા આ ખાડાઓ બૂરી રસ્તાઓ સારા કરો તેવા નિવેદનો આપ્યા હતા. જો કે મીડિયામાં રસ્તાઓની નરી વાસ્તવિકતા છતાં તંત્રએ મોડી રાત્રિના ખાડા બુરવાની કામગીરી હાથ ધરી હતી. કોંગી નેતાએ સોશિયલ મીડિયામા એક રમુજી પોસ્ટ વાયરલ કરતા કહ્યું કે વિરોધોથી જો રસ્તાઓ સુધરતા હોય તો અમે ચોકે ચોકે વિરોધ કરીશું જેથી લોકોને હાલાકી દૂર થાય!
- Advertisement -
સરકારને માથાની ચિંતા છે હાથ, પગ અને લીવરની નહીં !
રાજકોટમાં 8 સપ્ટેમ્બરથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યુ છે. આ નિર્ણય બાદ લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના એક જાગૃત નાગરીકે ટુ-વ્હીલર લઇને રોડ પરથી પસાર થતા સમયે હેલ્મેટ તો પહેર્યું હતુ પરંતુ હેલ્મેટ પર એક સંદેશો લખાવ્યો હતો. જેમાં સરકારને માથાની ચિંતા છે હાથ, પગ અને લીવરની નહીં ! એટલે આ સંદેશાનો ભાવાર્થ તે જાગૃત નાગરીક મુજબ એવો છે કે સરકારને માત્ર માથાની જ ચિંતા છે, જ્યારે અકસ્માત થાય ત્યારે હાથ, પગ અને લિવર જેવા અંગો પણ તેટલા જ જોખમમાં હોય છે. બીજી બાજુ ટ્રાફિક પોલીસનો અભિપ્રાય છે કે અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા થવાને કારણે જ સૌથી વધુ મોત થાય છે, એટલે હેલ્મેટ કાયદો જીવન બચાવવા માટે અત્યંત જરૂરી છે. મોટાભાગના વાહનચાલકોનું માનવું છે કે હેલ્મેટ જરૂરી છે પરંતુ સિટીમાં નહીં હાઇ-વે પર.



