દેશને કોંગ્રેસની ડરપોક અને નબળી સરકાર નથી જોઈતી : વડાપ્રધાન
નક્સલવાદના કારણે બિહારમાં તમામ ઉદ્યોગો-ધંધા ઠપ થઈ ગયા
ખાસ-ખબર ન્યૂઝ મુઝફફરપુર
- Advertisement -
PM મોદી બિહાર પ્રવાસના બીજા દિવસે મુઝફ્ફરપુરમાં સભા યોજી હતી. આ પહેલા વડાપ્રધાને ચિરાગ પાસવાનના સમર્થનમાં હાજીપુરમાં સભા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ અને આરજેડી કેન્દ્રમાં સરકાર ચલાવી રહ્યા હતા ત્યારે ઊઉએ 10 વર્ષમાં 35 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. અમે અમારી સરકારમાં 2 હજાર 200 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. તેને લઈ જવા માટે 70 ટ્રકની જરૂર પડશે.
પીએમ મોદીએ કહ્યું કે હું અહીં ચિરાગ માટે વોટ માંગવા આવ્યો નથી. તેઓ તો જીતવાના છે જ. તેમણે કહ્યું કે રામવિલાસ પાસવાનને જેટલા મત મળ્યા તેના કરતા વધુ ચિરાગને મતની જરૂર છે. તેમના કરતા વધુ મત મળશે તો જ રામવિલાસ જીના આત્માને શાંતિ મળશે. પીએમએ કહ્યું કે આરજેડીના શાસનમાં માત્ર અપહરણ ઉદ્યોગ જ ફૂલીફાલી રહ્યો હતો. કોંગ્રેસ અને આ લોકોએ બિહારને માત્ર હિજરત અને વિનાશ જ આપ્યો. પીએમએ કહ્યું કે બિહારમાં ફાનસના લોકોએ અંધકાર ફેલાવ્યો છે. જંગલ રાજ આપ્યું છે. આરજેડી હોય કે કોંગ્રેસ, બંને પક્ષોએ તુષ્ટિકરણને પોતાનું સૌથી મોટું રાજકીય હથિયાર બનાવ્યું છે.
પીએમએ કહ્યું કે તમારે અમારો ટ્રેક રેકોર્ડ જાણવો જ જોઈએ. અમારો ટ્રેક રેકોર્ડ ભ્રષ્ટાચારીઓને સજા કરવાનો છે. ગરીબોના પૈસા લૂંટ મને સુવા દેતી નથી.
ઈન્ડી ગઠબંધનનું દરેક જૂથ રામ મંદિર વિશે ગજબની વાતો કહી રહ્યું છે. રામ મંદિરનો બહિષ્કાર કરીને આ લોકો તમને ચીડવે છે. શું તમે આવા લોકોને માફ કરશો? મુઝફ્ફરપુર અને બિહારના લોકોએ દાયકાઓથી નક્સલવાદના ઘા સહન કર્યા છે. અગાઉની સરકારોએ નક્સલવાદનો ઉપયોગ તમારી સામે પણ કર્યો. ગુનાખોરી અને નક્સલવાદના કારણે બિહારમાં ઉદ્યોગો અને ધંધા ઠપ્પ થઈ ગયા.
- Advertisement -
શું આપણે એવા લોકોને દેશ આપી શકીએ છીએ. ઈન્ડીના લોકો કહે છે કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી? અરે, નહીં પહેરી હોય તો અમે પહેરાવી દઈશું. બિહારમાં હું જ્યાં જયાં ગયો ત્યાં એક જ અવાજ આવી રહ્યો છે, ફરી એકવાર મોદી સરકાર. આ લોકો એટલા ડરી ગયા છે કે રાત્રે તેમને સપનામાં પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ દેખાય છે. શું આપણે આવા લોકોને દેશ આપી શકીએ? ઙખ મોદી બિહાર પ્રવાસના બીજા દિવસે મુઝફ્ફરપુરમાં સભા કરી. તેમણે કહ્યું, શું તમને તમારા વિસ્તારમાં ઢીલો પોલીસ ગમે છે, શું તમને ઢીલા શિક્ષક ગમે છે? તો પછી દેશના વડાપ્રધાન મજબૂત હોવા જોઈએ કે નહીં. શું ડરપોક વડાપ્રધાન દેશ ચલાવી શકે?