રામનવમીએ ગુજરાતમાં તોડફોડ, પથ્થરમારો, આગચંપીની ઘટના બની હતી
કોમી એકતા તોડતાં તત્વોને સામે ઉદાહરણ રૂપ પગલા કેમ ન લઇ શકાય?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં રામનવમીની શોભાયાત્રામાં હિંમતનગર, ખંભાત અને દ્વારકામાં કેટલાક તત્વો દ્વારા તોડફોડ, પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી. આ ઘટનાનાં થોડા દિવસોમાં દિલ્હીમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં તોફાન થયા હતાં. ત્યારે દિલ્હીમાં થયેલા તોફાનનાં તોફાની તત્વો સામે ગૃહમંત્રાલયે એનએસએ લાગુ કરી છે. ત્યારે શાંત ગુજરાતની શાંતિ ભંગ કરનાર સામે એનએસએ કેમ નહી? તેવા સવાલ ઉભા થયા છે. ગુજરાતની અંખડતા તોડનાર તત્વો સામે પણ ઉદાહરણ રૂપ પગલા લેવામાં કેમ આવ્યા નહીં?
ગુજરાતમાં હૂલ્લડો બંધ થઇ ગયા છે. ગુજરાતે હૂલ્લડો જોયા નથી તેને વર્ષો વિતી ગયા છે. પરંતુ ગુજરાતની શાંતિ ભંગ કરવા કેટલાક અસામાજીક તત્વો સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વર્ષોથી ન બની હોય તેવી કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે.આવી ઘટનાઓ પાછળ વિદેશ કનેકશન હોવાનું પણ બહાર આવે છે. રાજય સરકાર દ્વારા તેના મુળ સુધી જવાના પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ ફરી આવી ઘટનાઓ બનતી રહે છે.
- Advertisement -
હિંમતનગર અને ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો, આગચંપી, તોડફોડની ઘટના બની હતી. દ્વારકામાં કેસરી ધજા સળગાવી દેતા મામલો બીચકયો હતો. જૂનાગઢ જિલ્લાનાં કેશોદમાં પણ રામ નવમી પહેલા બેનર ફાડી નાખવામાં આવ્યાં હતાં. ગુજરાતની શાંતિને ડોહળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની ઘટનાઓ બાદ અફઘાનિસ્તાન કનેકશન હોવાની વાત પણ સામે આવી હતી. ગુજરાતની ઘટનાઓ હજુ તાજી હતી ત્યાં દિલ્હીનાં જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિનાં તોફાન થયા હતાં. અહીં પણ પથ્થરમારો, આગની ઘટના બની હતી. દિલ્હીનાં જહાંગીરપુરી વિસ્તારમાં તોફાનીઓ સામે એક્શન લેવામાં આવ્યાં હતાં.
પોલીસ દ્વારા તોફાનનાં વિડીયો ફૂટ જોવામાં આવ્યાં હતાં અને 24 જેટલા આરોપીઓને પડકી પાડ્યાં હતાં. મુખ્ય સુત્રધાર અંસારની પણ અટક કરી હતી. આ દિલ્હીની ઘટના બાદ કેન્દ્રીય ગુહમંત્રાલય પણ એકશનમાં આવ્યું હતું. પકડાયેલા 24 આરોપી પૈકી પાંચ સામે એનએસએ લાગુ કરાઇ છે અને મુખ્ય આરોપી અંસારની ક્રાઇમ કુંડલી કાઢવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં બનેલી ઘટનામાં કેમ સરકાર ચૂપ છે ?. ગુજરાતની શાંતિભંગ કરનાર તત્વો સામે એનએસએ લાગુ કેમ ન કરાઇ ?. ગુજરાત સરકારનાં બનાવેલા કડક કાયદાનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો નહી ?. ગુજરાતમાં રામ નવમી ઉપર બનેલી ઘટનાનાં આરોપી સામે કડક કાયદાનો અમલ કેમ કરવામાં આવતો નથી ? ફરી આવા તત્વો માથુ ઉચકે નહી તેવી કાર્યવાહી થવી જોઇએ. જેના કારણે ગુજરાતમાં શાંતિ અને સલામતી કાયમી બની રહે તેમ છે.


