ખાસ-ખબર સંવાદદાતા
ગિરનાર રોપ-વેમાં ક્રિકેટની મેચને લઇને અનોખી યોજના લાગુ કરાઇ છે. જો ગુજરાત ટાઇટન્સની ટીમ ઈંઙક ટાઇટલ જીતે તો સ્ટેડિયમાં બેસી મેચ જોનાર વ્યક્તિ મેચની ટિકીટ બતાવશે તો રોપ-વેમાં ફ્રિ સવારી માણી શકશે. આ અંગે ઉષા બ્રેકો કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ દિપક કપલીસે જણાવ્યું હતું કે, ઈંઙકની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઇ રહી છે. ત્યારે રોપ-વે દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે.
આ યોજના મુજબ જો ગુજરાત ટાઇટન્સ ઈંઙક ટાઇટલ જીતે તો જે કોઇ પણ સ્ટેડિયમમાં માન્ય ટિકીટ સાથે બેસી ઈંઙક જોવા ગયા હશે તે ટિકીટ બતાવશે તો તેમને ગિરનાર રોપ-વે દ્વારા ફ્રિમાં રોપ-વેની સફર કરવાશે. આ યોજના 30મી મે 2022થી શરૂ કરવામાં આવશે જે 1 મહિના માટે લાગુ પડશે. એટલે કે સ્ટેડિયમની ટિકીટ ધારક 1 મહિનાની અંદર આ ટિકીટ બતાવી ફ્રિમાં રોપ-વેની સફર માણી શકશે.