ભેંસાણ યાર્ડમાં ટેકાનાં ભાગે 70 ટકા ખરીદી પૂર્ણ થઇ
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી થઈ રહી છે. અને 70 ટકા ખેડૂતોના ચણાનો તોલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અને ખેડૂતોના ખાતામાં નાણા જમા થઈ ગયા છે.આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભેંસાણ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીને લઈ 2 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. અને 1 કેન્દ્રમાં 2 હજારથી વધુ ખેડૂતોના ચણાનો તોલ થયો છે.
જ્યારે બીજા કેન્દ્ર પર 2448 ખેડૂતો ચણા વેંચવા માટે આવ્યા હતા.હવે માત્ર 250 ખેડૂત જ બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો બારદાન પૂરતા મળી રહે તો. માત્ર બે દિવસમાં જ ચણાની ખરીદી પૂર્ણ થઈ શકે છે. આ ઉપરાંત મોટાભાગના ખેડૂતોના ખાતામાં રકમ પણ જમા થઈ ગઇ છે.આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ વર્ષે બદલાતા વાતાવરણથી રવિ પાકમાં ચણાના પાકને ક્યાંકને ક્યાંક નુકસાન પહોંચ્યું હતું. જેથી ઉત્પાદન પણ ઘટ્યું છે. જો કે, સારા ભાવ મળી રહેતા ફાયદો થયો છે.


