અટિકા પાસે ઉતારી 40 હજાર સેરવી લેનાર બેલડીને ઝડપી લેવાઈ
વૃદ્ધાના રોકડ-દાગીના સહિત 1 લાખની મતા સેરવી લેનાર મહિલા સહિત ચારની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના અટિકામાં ચાર દિવસ પૂર્વે મુસાફરને ઉતારી 40 હજાર સેરવી લેનાર બેલડીને ડીસીબીએ દબોચી લીધી છે ત્યાં ફરી એક રિક્ષા ગેંગ ગઈકાલે જ મેદાનમાં ઉતરી હોય તેમ વૃધ્ધાને રિક્ષામાં બેસાડી બે પુરુષ અને એક મહિલાએ 1 લાખનો સોનાનો ચેન અને 450 રોકડ સેરવી લઈ ઉતારી મૂકી નાશી જતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટ આવેલા નરેન્દ્રભાઈ મકવાણા રીક્ષામાં બેઠા બાદ સાથે બેઠેલા બે શખ્સો પૈકી એકએ મારો પગ દુખે છે થોડા સાઈડમાં બેસો ને તેમ કહેતા પોતે થોડા દુર બેઠા હતા તે દરમિયાન અટીકા ફાટક પાસે રિક્ષાચાલકે રીક્ષા ઉભી રાખી તમે અહીં ઉતરી જાવ ભાડું નથી જોઈતું કહી ઉતારી મુકતા શંકા જતા થેલી ચેક કરતા અંદરથી 40 હજાર ગાયબ હતા
જેથી આ અંગે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન ડીસીબી પીએસઆઈ એ એન પરમાર અને ટીમે બાતમી આધારે વાણીયાવાડીના જેનીશ રાજેશભાઈ ચૌહાણ અને વેલનાથપરાના દીપક કરમશીભાઈ સોલંકીને દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખી રોકડા 19 હજાર, એક મોબાઈલ અને રીક્ષા સહીત 1.72 લાખનો મુદામાલ કબજે કર્યો છે બંને શખ્સો 3-3 ગુનામાં પકડાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનાનો ભેદ ઉકેલ્યો ત્યાં જ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવી રિક્ષા ગેંગ સક્રિય થઈ હોય તેમ એક ગુનો નોંધાયો છે જેમા દેવપરા ભવાની ચોક પાસે આવાસ ક્વાટરમા રહેતા કોકિલાબેન દ્વારકાદાસ તેજુરા ઉ.62 નામના વૃધ્ધા કુવાડવા રોડ ઉપર રિક્ષામાં બેઠા હતા ત્યારે તે રિક્ષામાં બે પુરુષ અને એક મહિલા અગાઉથી જ બેઠા હતા રિક્ષા આશ્રમ પાસે પહોંચી ત્યારે હવે અમારે તે બાજુ નથી જવું તમે અંહી ઉતરી જાવ તેમ કહી ઉતારી મૂકતાં પોતે થેલી ચેક કરતાં અંદરથી 1 લાખનો સોનાનો ચેન અને 450 રોકડ ગાયબ હતા જેથી આ અંગે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી.