ડાયાબિટીસ સહિત રોગ પ્રત્યે જાગૃતિ વધી
લોકલ સર્વેમાં ખુલાસો: જો કંપનીઓ સર્વેની ડીમાન્ડ મુજબ શુગર ઘટાડી પ્રોડકટ બનાવે તો તેના ગ્રાહકો વધી શકે છે
- Advertisement -
ભારત ડાયાબીટીસની રાજધાની કહેવાય છે. છેલ્લા કેટલાંય સમયથી દેશમાં ડાયાબીટીસના દર્દીઓમાં ધરખમ વધારો થયો છે. ડાયાબીટીશ અનેક બિમારીઓને નોતરતો હોય છે. આ સંજોગોમાં મીઠા ખાદ્યપદાર્થોથી અંતર રાખવા મામલે અંતર રાખવાની જાગૃતિ લોકોમાં વધી છે.
દેશમાં દર બેમાંથી એક વ્યકિત ઈચ્છે છે કે મીઠાઈઓમાં 75 ટકા સુધી શુગર (ખાંડ) ઓછી થાય. લોકલ સર્કલ્સનાં એક સર્વેમાં સામેલ શહેરી ભારતીય પરિવારોમાંથી 51 ટકાએ કહ્યું છે અમે મહિનામાં ત્રણ વાર કે એથી વધુ ચાર પારંપારીક મીઠાઈઓ ખાઈએ છીએ. વર્ષ 2023 માં મિઠાઈઓ ખાનારા આવા પરિવાર 41 ટકા હતા જે 2024 માં વધીને 51 ટકા થયા છે.
આ સર્વેમાં 56 ટકા ભારતીય પરિવારોએ કહ્યું છે કે, તેઓ દર મહિને ત્રણ કે તેથી વધુ વાર કેક, બિસ્કીટ, આઈસક્રીમ, શેક, ચોકલેટ અને કેન્ડી વગેરે ખાય છે. જયારે 11 ટકા પરિવાર એવા છે જેઓ રોજ આવી વસ્તુઓનું સેવન કરે છે. જયારે અનેક કન્ઝયુમર એવા છે જે ઈચ્છે છે કે ઓછી શુગર કેન્ટેન્ટવાળી મીઠાઈઓ વિકલ્પ બનાવવાની જરૂર છે. સર્વેમાં 55 ટકા લોકો એટલે કે દર બેમાંથી એક વ્યકિતનું માનવુ છે કે જો 25-75 ટકા શુગરની માત્રા ઘટાડ દેવામાં આવે તો પારંપારીક મીઠાઈઓ, બેકરી પ્રોડકટ, અને પેકડ સ્વીટસ ખાવી ઠીક રહેશે. એવા સમયે જયારે તહેવારો નજીક છે જે બ્રાન્ડસ આ સર્વેનાં અનુરૂપ પગલાં લેશે તેમને ફાયદો થઈ શકે છે.
- Advertisement -
જે વસ્તુઓમાં શુગર વધુ લાગે છે કંપનીઓ/બ્રાન્ડ તેમાં સુગર ઘટાડીને નવા કસ્ટમર બનાવી શકે છે. તેઓ ઈચ્છે તો આવી પ્રોડકટમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ કે એચએફએસએસ-હાઈફ્રંટ શુગર, સોલ્ટી કે રેડ ફૂડના રૂપમાં લેબલીંગ કરી શકે છે.