જૂનાગઢ ભાજપ પાર્ટી ફંડને 5 કરોડના લેટર બૉમ્બથી ભાજપમાં હડકંપ
ભીખારી પણ મંદિરના કે ધર્મના રૂપિયાને હાથ નથી અડાડતા – ભાવેશ વેકરીયા
- Advertisement -
ભાજપના સ્થાનિક નેતાઓથી લઈને પ્રદેશ નેતાગીરીમાં ચર્ચાઓનો દોર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ ગિરનાર શક્તિ પીઠ અંબાજી મંદિર અને ગુરુ શિખર સાથે ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયાના દિવસથી અંબાજી મંદિરના ગાદીપતી માટે પ્રેમગીરી બાપુનું નામ જાહેર થતા ભારે વિવાદ વકર્યો છે તેની સાથે હવે ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુએ પણ મહંતપદ લેવા કરોડો રૂપિયા ભાજપ ફંડમાં અને તત્કાલીન બે કલેકટર અને સંતોને આપ્યા હોવાનો કથિત લેટર મહેશગીરી બાપુએ જાહેર કરતા બંને મંદિરના મહંતપદ માટે રોજ નવા નવા લેટર બોંબ સાથે ખરેખર શું ? તેવા સવાલો સાથે ભાજપ અને સંતો સાથે અધિકારીઓમાં અનેક ચર્ચાઓનો દોર શરુ થયો છે. મહેશગીરી બાપુએ જે લેટર જાહેર કર્યો તેમાં ભાજપ પાર્ટી ફંડમાં 5 કરોડ આપ્યાનો દાવો કરાયો છે.તો બીજી તરફ તત્કાલીન બંને કલેકટર અને સ્થાનિક સંતોને લાખો રૂપિયા આપ્યા હોવાની બાપુએ જાહેર કરતા હાલ ભાજપના સ્થાનિક નેતાઓથી લઈને ભાજપ પ્રદેશ નેતાગીરી સુધી અનેક મુદ્દે ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે સોશ્યલ મીડિયામાં પણ ભાજપના આગેવાનો વસવસો કરી રહ્યા છે અને ખરેખર આ પાર્ટી ફંડની તપાસ ભાજપ હાઇકમાન્ડે કરવી જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ ખરેખર પાર્ટીને ફંડ મળ્યું છે કે નહિ અથવા કોઈ વચ્ચે સેટિંગ કરી ગયું આવા અનેક સવાલો લોકો માંથી ઉઠી રહ્યા છે. જૂનાગઢ ભવનાથ મંદિર મહંતપદ મેળવવા જયારે કરોડો રૂપિયા આપ્યાનો લેટર જાહેર થયા બાદ ઉતારા અન્નક્ષેત્ર મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા પણ પ્રેસ જાહેર કરીને પોતાની વેદના વ્યક્ત કરી હતી.જેમાં તેમને લખ્યું છે કે, ભવનાથ મંદિરના મહંત બનવા માટે ખુબ મોટી રકમની લાંચના લેટર બાબતે ગિરનારના રખેવાળ તરીકે મારે કહેવાની જરૂર જણાય છે. કારણ કે, ગિરનાર અને ભવનાથનું અપમાન અમે સનાતન ઓ કયારેય સહન નથી કરતા એ હું વખતોવખત કહેતો આવ્યો છું.
જેરીતે ભવનાથ મંદિરના મહંત તરીકે બિરાજમાન થવા માટે પદાધિકારી-અધિકારી અને સંતોને રૂપિયા આપ્યા છે એ સનાતન હિન્દુ સમાજનું ધર્મનું અને પરંપરાઓનું અપમાન છે જો આ વાત સત્ય છે તો રૂપિયા આપનાર અને રૂપિયા લેનાર બંને દોષિત છે, ત્યારેમારો ગિરનારની મહારાજ અને મારો મહાદેવ બને પક્ષોને બરાબરની સજા કરશે એ વાત નકકી છે. ધર્મનો રૂપિયો ઘરે લઇ જવો એ ઘોરપાપ કહેવાય કારણ કે, કર્મના રૂપિયા પ્રજાના અને મહાદેવના રૂપિયા ગણાતા હોય છે, ભિખારી માણસ પણ મંદિર કે ધર્મના રૂપિયાને હાથ નથી અડાડતા ત્યારે આ તો અધિકારી-પદાધિકારી અને સંતો એ ભિખારીથી પણ નીચે જઇ ને જો આ વિચાર્યુ હોય અને કર્યુ હોય તો મારો મહાદેવ એ કોઇને માફ નહી કરે. જે રીતે સનાતન ગીરીનારની ગોદમાં ભરાતા લઘુકુંભ મહાશિવરાત્રી મેળાનું લઘુકુંભનું બિ અદ પાછું લઇને વિજયભાઇ રૂપાણીએ સનાતન ગિરનાર અને મહાદેવનું અપમાન કરેલુ અને એ અપમાનનું પરિણામ વિજયભાઇ અને તેમની સરકારે ભોગવવું પડયુ એમ જ ભવનાથ મંદિર ના મહંત આ બાબત જો સાચી હસે તો આમાં સંડોવાયેલા દરેક વ્યકિતએ સનાતન ગિરનાર અને મહાદેવની માફી માંગવી જ પડશે.
- Advertisement -
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેનનો મુખ્યમંત્રીને ચિંતન ભર્યો પત્ર
ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જેવી કોઇ સ્થિતિ જ રહી નથી. આરોગ્ય, શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનો કાદવ ખદબદી રહ્યો છે. એવી વેદના સાથે પૂર્વ આરોગ્ય મંત્રી અને વરિષ્ઠ મહિલા આગેવાન હેમાબેન આચાર્યએ મુખ્યમંત્રીને ચિંતન પ્રેરક પત્ર પાઠવી શિબિરમાં તેનું મંથન કરવા જણાવ્યુ છે. મંત્રીઓ અને ધારાસભ્યોને મંદિરનો કે ઉત્સવમાં જવાથી જ જો પ્રજાનું ભલુ થતુ હોય તો રાજ્ય સરકારોની કોઇ જરૂરત જ નથી તેવો વેધક કટાક્ષ પણ પત્રમાં કર્યો છે.



