ભૂપત ભરવાડની ઑફિસે ભલે દરોડો પડ્યો હોય, દારૂ-જુગારની મહેફિલમાં ભંગ પડ્યો હોય… પરંતુ તેનાં છેડાં એવા અને એટલાં છે કે તેને કશું જ નહીં થાય
અગાઉ પણ ‘ગુજસિટોક’ અને ‘પાસા’ લાયક ગુનાઓ હોવા છતાં તેનાં પર કડક કાયદાનું એકપણ શસ્ત્ર ઉગામવામાં આવ્યું ન હતુંમર્ડર, લેન્ડ ગ્રેબિંગ, સરાજાહેર ફાયરિંગ, મારામારી, ખંડણી જેવા અનેક ગુનાઓમાં તેની ટોળી સંડોવાયેલી હોવા છતાં ગુજસિટોક કેમ નહીં?
વ્યાજખોરી અને દારૂને લગતાં ગુનાઓમાં પાસાનો કોરડો વિંઝતી પોલીસ ભૂપત સામે કેમ લાચાર?
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે ભૂપત ભરવાડની ઑફિસ પર દરોડો કરીને દારૂ-જુગારની મહેફિલ માણતા છ શખ્સોને ઝડપી લીધાં હતાં. જો કે, ભૂપત ભરવાડ ત્યાં હાજર ન હતો. પોલીસે પકડાયેલાં છ શખ્સો અને ભૂપત ભરવાડ (બાબુતર) સહિત કુલ સાત શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની અને તેનાં પી.આઈ. વિરલ ગઢવીની પ્રશંસા આ બાબતે થવી જ જોઈએ. પરંતુ ભૂપત ભરવાડનાં હાથ બહુ લાંબા છે અને એક વર્ષ પહેલાં એ પુરવાર પણ થઈ ચૂક્યું છે.
એકાદ વર્ષ પહેલાં ભૂપત બાબુતર- ભરવાડ પર ધવલ મિરાણીએ ફરિયાદ નોંધાવી હતી- જે મુજબ ભૂપતે તેનું મકાન પચાવી પાડ્યું હતું અને ફોર્ચ્યુનર કારનાં હપતાં પરાણે મિરાણી પાસે ભરાવતો હતો. એ સમયે મોરબી રોડ પર જમીન પચાવવા અંગે પણ તેની સામે ગુનો નોંધાયો હતો, બેડીની જમીન હડપવામાં પણ તે મુખ્ય આરોપી હતી. આ અગાઉ પણ તેની વિરૂદ્ધ મારામારી, જમીનો પચાવી પાડવી, ખંડણી સહિતનાં અનેક ગુનાઓ નોંધાયા છે. મિરાણીએ કરેલી ફરિયાદ બાદ છેલ્લાં એક વર્ષમાં તેની સામે લેન્ડગ્રેબિંગ વગેરેની ચારથી પાંચ અરજીઓ ક્રાઈમ બ્રાન્ચને મળી છે. પરંતુ ભૂપત ભરવાડ આ બધામાંથી સાંગોપાંગ બહાર આવી જશે. આપણે સૌએ પૈસાની તાકાત પર શ્રદ્ધા રાખવી જોઈએ.
- Advertisement -
ઑર્ગેનાઈઝ્ડ ગેન્ગ ચલાવતો હોવા છતાં ભૂપત સામે ગુજસિટોક શા માટે નહીં?
ભૂપત ભરવાડ અગાઉ ડબલ મર્ડર કેસમાં પણ આવી ચૂક્યો છે, ત્રણ-ચાર વખત હવામાં ફાયરિંગ કરી ચૂક્યો છે. જમીન- મકાન પચાવી પાડવા સહિતનાં અગણિત ગુનાઓ તેની સામે નોંધાયા છે. આટઆટલાં ગુનાઓ હોવા છતાં ભૂપત ભરવાડ પર ‘ગુજસિટોક’ના કાયદા હેઠળ પગલાં શાં માટે નથી લેવાતાં એ એક સવાલ છે! ‘ભૂપત એન્ડ કંપની’ ગુજસિટોક માટેનો આદર્શ કેસ ગણી શકાય. જો આવાં કિસ્સામાં ગુજસિટોકનો ઉપયોગ ન કરવામાં આવે તો છેવટે આ કાયદો બન્યો છે શેનાં માટે?ભૂતકાળમાં ભૂપતે અધિકારીઓને મોંઘીદાટ કાર અને ફાર્મ હાઉસ આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું
પોલીસ અને ભૂપત ભરવાડ જાણે એક જ માતાના બે સંતાન હોય તેવી રીતે અગાઉ બંને સાથે મળીને કામ કરતા હતાં. કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ સાથે ભૂપતની સાંઠગાંઠ હોવાને લીધે તે સરાજાહેર ફાયરિંગ પણ કરતો અને ગમે તેની જમીન આસાનીથી પચાવી પાડતો હતો. એક સમયે એવી વાતો બજારમાં ઉઠી હતી કે થોડા દિવસ અગાઉ પોલીસના અમુક અધિકારીઓને ભૂપતે મોંઘીદાટ કાર અને ફાર્મ હાઉસ જેવી ભેટ આપી હતી. આ ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું હતું જેથી ભેટ સ્વીકારનાર ભ્રષ્ટ અધિકારીઓ સાવચેત થઈ ગયા હતા અને તે સમયે જીતુ સોની ઉપરાંત અન્ય જમીનના ગુનામાં ભૂપત વિરૂદ્ધ હળવી કલમ લગાડવા માટેનું દબાણ પણ કર્યું હતું.જીતુ સોની સાથેની દોસ્તી મોંઘી પડી
- Advertisement -
મધ્યપ્રદેશનાં ઈન્દૌરમાં અખબાર ચલાવતાં અને બીજાં અનેક ગોરખધંધામાં ખૂંપેલા જીતુ સોનીએ પોતાનાં અખબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ બેફામ, અભદ્ર અને તદ્દન પાયાવિહોણા આક્ષેપો ધરાવતાં લખાણો પ્રકાશિત કર્યાં હતાં. એ પછી મધ્યપ્રદેશ પોલીસ માટે એ મોસ્ટ વૉન્ટેડ હતો. ભૂપત ભરવાડને આ જીતુ સોની સાથે ગાઢ દોસ્તી. ભૂપતે પોતાનાં ફાર્મ પર જીતુને આશરો આપ્યો હતો. મધ્યપ્રદેશ પોલીસે ભૂપતનાં ફાર્મ પર રેઈડ કરી હતી પરંતુ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાંથી જ કોઈએ ભૂપતને સમાચાર આપી દીધાં હતાં કે રેઈડ આવી રહી છે. જીતુ ભાગી ગયો. બાદમાં અમરેલી પંથકમાંથી એ પકડાયો. આ પ્રકરણ પછી ભૂપત અનેક લોકોની નજરમાં આવી ગયો હતો. જીતુ સોની સાથેની ભાઈબંધી તેને મોંઘી પડી હતી.