વિવિધ કંપનીઓ અને દેશો દ્વારા સ્પેસમાં મોકલવામાં આવતાં સેટેલાઇટ્સની સંખ્યા એટલી બધી વધી ગઇ છે કે હવે અંતરિક્ષમાં કોઇપણ આફત આવે તો તેની પૃથ્વી પર મોટી અસર થઇ શકે છે.
બેઈજિંગની એક યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર 22 ડિસેમ્બર 2032માં એક લઘુગ્રહ ચન્દ્ર પર ટકરાશે અને આ ટક્કર એટલી જોરદાર હશે કે તેના કારણે ચન્દ્ર પરથી ધૂળ પૃથ્વી ભણી ફેંકાશે. આ ચન્દ્રરજ પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં સેટેલાઇટ્સને નુકશાન કરશે તો પૃથ્વી પર ઇન્ટરનેટ અને નેવિગેશન સિસ્ટમ ઠપ થઇ શકે છે.
- Advertisement -
લઘુગ્રહ યાને એસ્ટેરોઇડ 2024 વાયઆર૪ લગભગ 60 મીટર પહોળો છે. વિજ્ઞાાનીઓના જણાવ્યા અનુસાર 22 ડિસેમ્બર 2032માં તે ચન્દ્ર પર ટકરાવાની સંભાવના ચાર ટકા જેટલી છે. સંશોધકોના જણાવ્યા અનુસાર આ સંભાવના ઓછી છે પણ જો આમ બને તો તેની અસર એટલી પ્રચંડ હશે કે પૃથ્વી પર સંદેશાવ્યવહાર સુદ્ધાં ખોરવાઇ જશે.
ચીનની યુનિવર્સિટીના એક રિસર્ચ પેપર અનુસાર જો આ લઘુગ્રહ અને ચન્દ્ર વચ્ચે ટક્કર થશે તો તેમાંથી એક મધ્યમ કદના થર્મોન્યુકિલયર વિસ્ફોટ જેટલી ઉર્જા નીકળશે. ચન્દ્ર પર આ ટક્કરનીઅસર અભૂતપૂર્વ હશે. આ ટક્કરને કારણે લગભગ એક કિલોમીટર પહોળો ખાડો પડી જશે. આ ટક્કરની અસરને કારણે ચન્દ્ર પર લગભગ પાંચ મેગ્નિટયુડનો ભૂકંપ પણ આવશે.આ ભૂકંપને સંશોધકો સંશોધનની અભૂતપૂર્વ તક માને છે. આના કારણે ચન્દ્રની આંતરિક સંરચના વિશે જાણવાની વિજ્ઞાાનીઓને તક મળશે. આ ટક્કરને કારણે મોટા પ્રમાણમાં ચન્દ્ર રજ અંતરિક્ષમાં ફેલાઇ જશે. આ ચન્દ્રરજ પૃથ્વી પર પણ આવી શકે છે. આ ટક્કરને પૃથ્વી પર દક્ષિણ અમેરિકા, ઉત્તર આફ્રિકા અને અરબ ટાપુઓના હિસ્સાઓમાંથી નરી આંખે જોઇ શકાશે તેમ સંશોધકોએ જણાવ્યું હતું.
કમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા મળેલાં અંદાજ અનુસાર આ ઘટનાને પગલે દર કલાકે લાખો ઉલ્કાપિંડ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જોવા મળશે. આ ઉલ્કાપિંડો પૃથ્વીની ફરતે ફરતાં સેટેલાઇટ્સ સાથે અથડાશે તો તેને કારણે સેટેલાઇટ્સને નુકશાન થશે. આ ઉલ્કાપિંડ સેટેલાઇટ પર ટકરાવાને પગલે કેસલર સિન્ડ્રોમ નામની ચેઇન રિએક્શન શરૂ થશે જેને કારણે કમ્યુનિકેશન અને નેવિગેશન સિસ્ટમ્સ ખોરવાઇ શકે છે.
- Advertisement -
ન્યૂયોર્ક : તમિલનાડુના મંદિરોમાં 1956થી 1959ના સમયગાળામાં છેલ્લે જોવા મળેલી કાંસાની પ્રાચીન મૂર્તિઓ ગેરકાયદે અમેરિકામાં પહોંચી ગઈ હતી. અમેરિકાના નેશનલ મ્યૂઝિયમમાં એ મૂર્તિઓ પ્રદર્શનમાં હતી. ભારત-અમેરિકા વચ્ચે થયેલી વાટાઘાટોના અંતે હવે અમેરિકા આ મૂર્તિઓ ભારતને પાછી આપશે.
વૉશિંગ્ટન સ્થિત સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ ઓફ એશિયન આર્ટના કહેવા પ્રમાણે કાંસ્યની ત્રણ પ્રાચીન મૂર્તિઓ ભારતને પાછી આપવામાં આવશે. જોકે, એમાંથી નટરાજની એક મૂર્તિ લોન પર એ જ મ્યૂઝિયમમાં પ્રદર્શિત થતી રહેશે. ભારત સરકાર અને અમેરિકન સરકાર વચ્ચે એ બાબતે સમજૂતી થઈ છે. જે મૂર્તિઓ પાછી આપવાના કરાર થયા છે એમાં 10મી સદીની ચોલ શાસન વખતની નટરાજની મૂર્તિ, ચોલ વંશના સમયની જ 12મી સદીની સોમાસ્કંદ અને 16મી સદીની વિજયનગર સામ્રાજ્ય સમયની સંત સુંદરર અને પરવઈની મૂર્તિઓ છે.
ભારતના પુરાતત્વ વિભાગે વિવિધ દસ્તાવેજો આપીને અમેરિકન નેશનલ મ્યૂઝિયમ પાસે એ વાતની ખરાઈ કરી હતી કે તે મૂર્તિઓ ભારતના મંદિરોમાંથી અમેરિકામાં પહોંચી છે. તે દસ્તાવેજોના આધારે અમેરિકાએ ભારતને મૂર્તિઓ પાછી આપવાની તૈયારી બતાવી હતી. શિવ નટરાજની મૂર્તિ ૨૦૦૨માં ન્યૂયોર્કના એક ઓક્શનમાંથી મ્યૂઝિયમે ખરીદી હતી. એ વખતે વેચાણ કરનારાઓએ નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા.




