કેટલીક કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ખોટો ઉપયોગ કરી રહી હતી અને બચ્ચને તેની અરજીમાં કહ્યું છે કે જે લોકો આ કામ કરી રહ્યા છે એ ખોટું છે.
બોલિવૂડના શહેનશા કહેવાતા અમિતાભ બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે ઘણી કંપનીઓ તેમની પરવાનગી વિના તેમના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ઉપયોગ કરી રહી છે. જો કે આપણ બધાએ જાણીએ છીએ કે આ ઘટના ઘણા લાંબા સમયથી બની રહી છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન તેમના હકમાં તેમના પબ્લિસિટી અને પર્સનાલિટી અધિકારો ઈચ્છે છે અને પ્રખ્યાત પબ્લિક ફિગર હોવાને કારણે અમિતાભ બચ્ચન નથી ઈચ્છતા કે તેમની પરવાનગી વગર કોઈ તેમની ઓળખનો ઉપયોગ કરે.
- Advertisement -
Bollywood legend & Veteran Actor Amitabh Bachchan filed a suit in Delhi High Court seeking protection of his personality rights. Eminent lawyer Harish Salve appearing for him. The matter is underway before Justice Navin Chawla.
(File pic) pic.twitter.com/UlK3IPsh61
— ANI (@ANI) November 25, 2022
- Advertisement -
જણાવી દઈએ કે તેમાં પણ અમિતાભને રાહત મળી છે. જણાવી દઈએ કે જસ્ટિસ ચાવલાએ ઓથોરિટી અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટને અમિતાભ બચ્ચનનું નામ, ફોટો અને પર્સનાલિટી ટ્રેટસ જે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે તેને તાત્કાલિક દૂર કરવા માટે આદેશો જારી કરવામાં આવ્યા છે. આ સિવાય કોર્ટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને પણ એ ફોન નંબર વિશે જાણકારી આપવા માટે કહ્યું છે જે બચ્ચનના નામ અને અવાજનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને આવી ઓનલાઈન લિંક્સ હટાવવા માટે કહેવામાં આવ્યું છે જે બચ્ચનના પર્સનાલિટી રાઇટ્સને ખરાબ કરે છે.
શું હતો સમગ્ર મામલો?
જણાવી દઈએ કે કેટલીક કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ખોટો ઉપયોગ કરી રહી હતી અને બચ્ચને તેની અરજીમાં કહ્યું છે કે જે લોકો આ કામ કરી રહ્યા છે એ ખોટું છે. કમર્શિયલ ઇન્ડસ્ટ્રીમાં એ વસ્તુ પર કંટ્રોલ કરવો જોઈએ. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમિતાભ બચ્ચનના નામે એક લોટરીની જાહેરાત પણ ચાલી રહી છે અને ત્યાં પ્રમોશનલ બેનર પર તેમનો ફોટો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો છે અને તેના પર KBC નો લોગો પણ લગાવવામાં આવ્યો છે.
T 4472 –
Ninja .. ninja .. ninja !
kha jaye tera bheja !! 🤣🤣🤣
just fooling around pic.twitter.com/RHFraqYl2O
— Amitabh Bachchan (@SrBachchan) November 17, 2022
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ અમિતાભ બચ્ચન દ્વારા અરજી રજૂ કરી હતી અને કહ્યું હતું કે મારા ક્લાઈન્ટના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તે ઈચ્છે છે કે કોઈપણ જાહેરાતમાં તેના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ઉપયોગ ન થવો જોઈએ અને તેને કારણે તેની ઈમેજ બગડે છે.
જણાવી દઈએ કે રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન એક મોટી સેલિબ્રિટી છે અને આવી સ્થિતિમાં તેમના નામનો ઉપયોગ કોઈપણ પ્રકારના પ્રચારમાં થઈ શકે નહીં. અને એ માટે જાહેરાત કંપનીઓ પર પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. અમિતાભ બચ્ચનના વકીલે પણ કોર્ટને કહ્યું હતું કે બચ્ચન એક પ્રખ્યાત વ્યક્તિ છે. અને કોઈ જાહેરાતમાં તેમની પરવાનગી વિના તેમનું આ રીતે પ્રતિનિધિત્વ કરવું તે પણ ખોટું છે. જો એડ કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ અને અવાજનો ઉપયોગ કરવા માંગે છે, તો તેઓ અભિનેતાની પરવાનગીથી જ કરી શકે છે.