100 બાળકો પર કરવામાં આવેલા અભ્યાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા !!
ડિલિવરી દરમિયાન, આવાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે જેમની માતાએ ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન કર્યું હોય. જેનાં કારણે બાળકોનાં હૃદય, મગજ અને કિડની પર વિપરીત અસર થાય છે. સહારનપુરની સરકારી મેડિકલ કોલેજમાં 100 બાળકો પર કરવામાં આવેલાં અભ્યાસમાં આ ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં છે. અભ્યાસ મુજબ, સૌપ્રથમ એવું જોવામાં આવ્યું હતું કે જે નવજાત શિશુઓની માતા ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન કરતી હતી તેમનાં નવજાત શિશુને ડિલિવરી બાદ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. સરકારી મેડિકલ કોલેજનાં પ્રોફેસર પ્રમોદ યાદવે કહ્યું કે, નવજાત શિશુનો 90 ટકા વિકાસ ગર્ભમાં જ થાય છે. જન્મ પછી, નવજાતનું સંપૂર્ણ સ્વાસ્થ્ય તેનાં પ્રથમ શ્વાસ પર ઘણી હદ સુધી આધાર રાખે છે.
- Advertisement -
જે બાળકો જન્મ્યાં પછી યોગ્ય રીતે શ્વાસ લઈ શકતાં ન હતાં, તેમની માતાએ ગર્ભાવસ્થા દરમિયાન સિગારેટ વગેરેનું સેવન કર્યું હોવાનું જણાયું હતું. જેનાં કારણે ગર્ભવતી મહિલાનું બ્લડ પ્રેશર વધી ગયું અને ગર્ભમાં રહેલાં બાળકને તેની અસર થઈ હતી. આ જ કારણ હતું કે ગર્ભાશયમાંથી બહાર આવ્યાં પછી, તેને શ્ર્વાસ લેતી વખતે માત્ર ગૂંગળામણનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ તેની તેનાં મગજ પર પણ ઊંડી અસર પડી હતી. જન્મનાં થોડાં સમય પછી, કિડની અને હૃદય પર પણ અસર જોવા મળી હતી. એવું જાણવા મળ્યું છે કે 40 વર્ષ પછી ગર્ભવતી થયા પછી ધૂમ્રપાન બાળકો માટે વધુ જોખમી બની શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન જોખમી છે
લોહીની ઉણપ ઉભી કરે છે.
- Advertisement -
બ્લડ પ્રેશર વધારે છે.
હૃદય પર અસર કરે છે.
ફરીથી ગર્ભવતી થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.