નાસ્તો કરવા આવેલ ગઠિયાએ 1 લાખે 5 હજાર કમિશનની લાલચ આપી શીશામાં ઉતાર્યો
લોન પર બે મોબાઈલ, વોશિંગ મશીન, રોકડ મેળવી લીધાં : 6.22 લાખની કાર પણ લોન પર લેવડાવી હાથ ઊંચા કરી દિધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં હેમું ગઢવી હોલ પાછળ નાસ્તાની રેંકડી ચલાવતાં યુવાન પાસે નાસ્તો કરવા આવેલ ગઠિયો 1 લાખે 5 હજાર કમીશન આપવાની લાલચ આપી તેના નામે લોન પર બે મોબાઈલ, વોશિંગ મશીન, રોકડ મેળવી લીધા હતા તેમજ 6.22 લાખની કાર પણ લોન પર લેવડાવી ફક્ત 20 હજારનો એક હપ્તો ભરી નાસી જતાં એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
- Advertisement -
રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર ધરમનગર આવાસ ક્વાર્ટરમાં રહેતાં અને હેમુગઢવી હોલની પાછળ આવેલ ખાવ ગલીમાં ઇડલી સંભારની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હિતેષભાઈ જેઠાલાલ ચૌહાણ ઉ.42એ માધાપર પોસ્ટ ઓફીસ પાસે, સિલેનિયમ હાઈટ્સમાં રહેતા મિહિર અશ્વિન વાયા સામે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 12,92,324 રૂપિયાની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે ફરીયાદમાં જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ અગાઉ તેની રેકડીએ મીહીર નાસ્તો કરવા આવતો હતો જેથી તેની સાથે પરીચય થયો હતો અને બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. મિહિરે એક વાર રેકડીએ આવીને કહેલ કે, તમે મને રૂપીયા આપો તો હું તમને 1 લાખ ઉપર કમીશન આપીશ તેવી લાલચ આપીને કહેલ કે, તમે મને મોબાઇલ ફોન લઈ આપો જેના હપ્તા હું ભરી દઇશ જેથી તા.02/05/2024 ના આઇફોન 14 પ્રો મેકસ લઇ દીધો હતો. જેનુ ડાઉન પેમેન્ટ તેમને ભર્યું હતુ અને જે ફોન ઉપર બાકી રહેતા 88 હજારની બજાજ ફાઈનાન્સની ફરીયાદીએ લોન કરાવી હતી જે લોનના 9 હપ્તા 9778ના કર્યા હતા જે હપ્તા આરોપી મીહીરને ભરવાનુ નક્કી થયેલ હતુ. બીજા દીવસે તે લારી પર આવેલ જેથી ગઇ તા.03/05/2024ના તેમના મોબાઇલ ફોનમાં પુનાવાલા ફીન કોર્પમાંથી લોન લીધેલ જેના રૂ.2,89,765 ખાતામાં જમા થયેલ હતા જે લોનના રૂપીયા મિહિરના કહેવાથી તેમના એકાઉન્ટમાં ગુગલ પેથી કટકે કટકે 1 લાખ ટ્રાન્સફર કર્યા હતા બાકીના 1.50 લાખ ચેકથી ઉપાડયા હતા જે રૂપીયા મીહીરને આપ્યા હતા બાદમાં તેને 1,29,998નો મોબાઈલ લઈ દીધો હતો જેના 30 હપ્તા 4672 ના આવતા તેને ભરવાનુ નક્કી થયું હતુ ત્યાર બાદ ફરી વખત તા.18/05/2024ના બજાજ ફાઈનાન્સમાંથી લોન લીધી હતી જેના 1,38,335 ખાતામાં જમાં થયેલ જે 1.38 લાખ બે કટકે મીહીરને ટ્રાન્સફર કરેલ હતા. જે લોનનો હપ્તો રૂપીયા 7684 ના કુલ 27 હપ્તાની લોન હોય જે હપ્તા પણ મીહીરને ભરવાના હોય ત્યાર બાદ આ મીહીરનો ફોન આવેલ અને મને વાત કરેલ કે, મારે એસી તથા વોશીંગ મશીનની જરૂર છે જેથી તેઓ અયોધ્યા ચોકમાં આવેલ ક્રોમા શો-રૂમ ખાતે ગયેલ અને જયાંથી રૂ.44429 નું વોશીંગ મશીન જેના પર રૂ. 4099 કુલ 10 હપ્તાની લોન થયેલ જે વોશીંગ મશીનની તેમના ઘરે ડીલીવરી માટે આવેલ જેને મીહીરભાઈએ ફોન કરીને વાત કરેલ કે વોશીંગ મશીન તમારા ઘરેથી અમે લઈ જઈએ છીએ જેથી તેમના મીત્ર સાથે ઘરે આવેલ અને વોશીંગ મશીન લઈને જતા રહેલ હતા.
બાદમાં આ મીહીર એકાદ મહીના બાદ દુબઇ જતો રહેલ હતો. તેમની સાથે ફોન પર વાતચીત થતી હતી. મીહીરને રૂપીયાની જરૂર પડતા તેમને ક્રેડીટ કાર્ડમાંથી ઉપાડીને કટકે કટકે રૂ.1.18 લાખ મોકલાવેલ હતા તેને લીધેલ લોનમાંથી એક પણ હપ્તા ભરેલ નહીં બાદ જાન્યુઆરી-2025 માં મીહીરનો ફોન આવેલ અને મને અયોધ્યા ચોક ખાતે બોલાવી વાત કરેલ કે, મારે અત્યારે કોઇ કામ ધંધો નથી તો તમે મને કાર લઇ દયો અને જે ચલાવીને હું તમારા હપ્તા ભરી દઇશ. જેથી મીહીરને કા2-24 માંથી રૂ.6.22 લાખની વોકસવેગન પોલો કાર લઈ આપેલ, જેની લોન કરાવેલ હતી જે કાર લોન રૂ.14,181 ના કુલ 72 હપ્તા કરાવેલ જે લોનના હપ્તા મીહીરને ભરવાના હોય જે પૈકી પ્રથમ હપ્તો રૂ.18,651 નો હોય જે પેન્લટી સાથે રૂ.20,700 મીહીરના કહેવાથી તેમના મીત્ર પરાગભાઇ રોકડા આપી ગયેલ હતા આરોપી મિહિરે ફરીયાદીની નાસ્તાની લારીએ આવી મીત્રતા કેળવી લાખ રૂપીયા ઉપર 5 હજારનું કમિશન આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેમના નામે લોન લેવડાવી રૂપીયા મેળવી તથા લોન ઉપર વસ્તુઓ લેવડાવી વસ્તુઓ મેળવી લોનના હપ્તા તેઓ ભરશે તેવા વાયદાઓ આપી ફરીયાદીનાં નામે કુલ રૂ.13,13,024 ની લોન કરાવડાવી જે પૈકી રૂ. 20,700 નો એક હપ્તો ભરી બાકીના રૂ. 12,92,324 ની રકમની લોનના હપ્તા નહી ભરી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



