ફૂડ વિભાગની બરફનું ઉત્પાદન કરતા 8 એકમમાં તપાસ, લાઇસન્સ અને સ્વચ્છતા જાળવવા પાંચને નોટીસ
બિગ બજારથી ઇન્દિરા સર્કલ- 150’ રિંગ રોડ વિસ્તારમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા 38 ધંધાર્થિઓને ત્યાં તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સિઝનને અનુલક્ષીને શહેરમાં બરફનું ઉત્પાદન કરતાં 8 એકમોની તપાસ હાથ ધરી હતી તેમજ લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન અને યોગ્ય જાળવણી અંગે 5 પેઢીને નોટિસ ફટકારી હતી.
જેમાં કોઠારીયા રીંગ રોડ પર આવેલા લાભ આઇસ ફેક્ટરી, મહાદેવ આઇસ, નવદુર્ગા આઇસ ફેક્ટરી, રાજ આઈસ ફેક્ટરી અને નૂતન સૌરાષ્ટ્ર આઇસ ફેક્ટરીને લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ ઉ5રાંત ફૂડ વિભાગની ટીમે ઋજઠ વાન સાથે શહેરના નંદનવન રોડ તથા બિગ બજારથી ઇન્દિરા સર્કલ- 150’ રીંગ રોડ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થિઓને તપાસ હાથ ધરી જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી અને ખાદ્યચીજોના કુલ 38 નમૂનાની સ્થળ પર તપાસ કરી હતી.
ફૂડ વિભાગે યુનિવર્સિટી રોડ પર આવેલી રંગોલી કોલ્ડ્રીંકસમાંથી કેસર પીસ્તા આઇસ્ક્રીમ અને બોર્ન બોર્ન શીખંડના તેમજ પંચવટી મેઇન રોડ નાના મવા પાસે આવેલી ચામુંડા ડેરીમાંથી ગાયના દૂધના નમૂના લઇ તપાસ અર્થે મોકલ્યા હતા.