મેન્સ અંડર-19 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 4 ગૃપમાં ચાર-ચાર ટીમ રાખવામાં આવી છે. ભારતીય ટીમ 20 જાન્યુઆરીથી પોતાનું અભિયાન શરૂ કરશે.
મેન્સ અંડર-19 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 19 જાન્યુઆરીથી આ ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે, આ ટુર્નામેન્ટમાં 41 મેચ રમવામાં આવશે. 11 ફેબ્રુઆરીના રોજ ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ 20 જાન્યુઆરીથી પોતાનું અભિયાન શરૂ કરશે.
- Advertisement -
ICCએ U19 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કર્યું છે, આ વર્ષે વર્લ્ડ કપમાં 4 ગૃપ બનાવવામાં આવ્યા છે. 4 ગૃપમાં ચાર-ચાર ટીમ રાખવામાં આવી છે. તમામ ટીમ પોતાના ગૃપની અન્ય 3 ટીમ સાથે એક-0 એક મેચ રમશે. ચાર ગૃપમાં ટોપ 3 ટીમ નેક્સ્ટ રાઉન્ડમાં પહોંચશે. બીજા રાઉન્ડમાં કુલ 12 ટીમ હશે. તમામ ટીમ અન્ય ગૃપની બે ટીમો સાથે એક- એક મેચ રમશે. આ રાઉન્ડમાં તમામ ટીમ બે- બે મેચ રમશે. ત્યાર પછી ટોપ 4 ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
The wait is over 🤩
Fixtures for the 2024 ICC U19 Men’s Cricket World Cup in South Africa are OUT! 🗓️#U19WorldCup | More ➡️ https://t.co/IX3eV3Z5fY pic.twitter.com/glWKCQF7xJ
- Advertisement -
— ICC (@ICC) December 11, 2023
ગ્રુપ A: ભારત, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, યુએસએ
ગ્રુપ B: ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડીઝ, સ્કોટલેન્ડ
ગ્રુપ C: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, નામીબિયા
ગ્રુપ D: અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, નેપાળ
ભારતીય ટીમ ગૃપ સ્ટેજમાં પહેલી મેચ 20 જાન્યુઆરીના રોજ બાંગ્લાદેશ સામે, બીજી મેચ 25 જાન્યુઆરીના રોજ આયર્લેન્ડ સામે અને ત્રીજી મેચ 28 જાન્યુઆરીના રોજ અમેરિકા સામે રમશે.
વર્ષ 1988થી U19 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1998 પછી દર બીજા વર્ષે U19 વર્લ્ડ કપ યોજવામાં આવે છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાંચ વાર ચેમ્પિયન ટીમ બની છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ વાર અને પાકિસ્તાને બે વાર આ ખિતાબ જીત્યો છે. બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝે પણ એક- એક વાર આ ટ્રોફી જીતી છે.