ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપમાંથી મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની પાકિસ્તાનની માંગને ફગાવી દીધી છે. પાકિસ્તાને ધમકી આપી હતી કે જો પાયક્રોફ્ટને હટાવવામાં નહીં આવે તો તેઓ ટૂર્નામેન્ટમાંથી ખસી જશે.
એશિયા કપમાં ભારત સાથેની મેચ બાદ પાકિસ્તાને વિવાદ ઊભો કર્યો છે. મેચ બાદ ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવતાં PCBએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાનની માંગ હતી કે મેચ રેફરીને પદથી હટાવવામાં આવે. જોકે હવે ICCએ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી છે.
- Advertisement -
પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે જો મેચ રેફરીને હટાવવામાં નહીં આવે તો અમે એશિયા કપનો બૉયકોટ કરીશું. પાકિસ્તાનની આગામી મેચ UAE સામે છે. હવે જોવાનું રહેશે કે પાકિસ્તાનની પોતાની વાત પર મક્કમ રહે છે કે નહીં.
પાકિસ્તાનની માંગ શું હતી?
PCBએ કહ્યું હતું, કે ICCએ મેચ રેફરીને તાત્કાલિક પદથી દૂર કરવા જોઈએ. કારણ કે તેમણે આચાર સંહિતા અને ક્રિકેટની ભાવનાઓનું ઉલ્લંઘન કર્યું છે.
- Advertisement -
આ મામલે અગાઉ BCCIએ પણ જવાબ આપતા કહ્યું હતું, કે એવો કોઈ સત્તાવાર નિયમ નથી કે મેચ બાદ ખેલાડીઓએ હાથ મિલાવવા જ પડે. આ તો માત્ર ખેલ ભાવના હેઠળ કરવામાં આવે છે. બંને દેશો વચ્ચે સંબંધો તણાવપૂર્ણ હોય તેવામાં ભારતીય ટીમ પર હાથ મિલાવવા માટે દબાણ કરી શકાય નહીં.




