મોરબી જીલ્લામાં પણ આગામી 1 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે જે અન્વયે લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મદદનીશ શ્રમ આયુક્ત અને જીલ્લા શ્રમ આયુક્તની કચેરીની સમગ્ર ટીમ દ્વારા જીલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા કર્મચારીઓ અને મજૂર મતદાનની આ પ્રક્રિયામાં ભાગીદાન બને તે માટે વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
જે અન્વયે કારખાનાના કર્મચારીઓ અને મજૂર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા તેમને ’હું મતદાન જરૂર કરીશ’ તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.