રાજકોટ-69ના ઉમેદવાર ડૉ. દર્શિતાબેન શાહના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાની જાહેરસભા
કોંગ્રેસની નકારાત્મક નીતિઓના કારણે જ દેશ બરબાદ થયો : ગોરધનભાઈ ઝડફીયા
- Advertisement -
દેશને મહાસત્તા બનાવવા માટે પ્રજાજનોનો સહયોગ જરૂરી: પ્રહલાદભાઈ પટેલ રાજકોટ પશ્ચિમ ભાજપનો ગઢ,
ડૉ. દર્શિતાબેન શાહની જીત નિશ્ર્ચિત છે: પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પશ્ચિમ વિધાનસભા-69 બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહના સમર્થનમાં વોર્ડ નં. 8માં વિદ્યાકુંજ મેઇન રોડ પર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝ઼ડફીયાની ઉપસ્થિતિમાં વિશાળ જાહેરસભા યોજાઈ હતી. આ જાહેરસભામાં સર્વત્ર કેસરિયો છવાયેલો જોવા મળ્યો હતો. જંગી મેદનીને સંબોધન કરતાં ગોરધનભાઈ ઝડફીયાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું હતું કે, કોંગ્રેસની નકારાત્મક નીતિ અને પ્રવૃતિને કારણે દેશ બરબાદ થઇ ગયો હતો. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર રચાયા પછી દેશનું નામ વિશ્વભરમાં રોશન થયું છે. તેમણે કહ્યું હતું કે, બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા આમ આદમી પાર્ટીના નેતાઓ ખોટા સપનામાં રાચી રહ્યા છે.
- Advertisement -
ગોરધનભાઈ ઝડફીયાએ પોતાના પ્રવચનમાં ભારતીય જનતા પક્ષે ગુજરાતમાં કરેલા વિકાસ કાર્યો અને કેન્દ્રના સહયોગની વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક સમયે ગુજરાતના મોટા ભાગના હિસ્સામાં પાણીની સમસ્યા મોઢુ ફાડીને ઉભી રહેતી હતી પરંતુ ભાજપ સરકારે નર્મદા યોજના પૂર્ણ કરી એટલું જ નહીં 1100 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખીને છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડ્યું છે. ગોરધનભાઈ ઝડફીયાએ કહ્યું હતું કે, રાજ્યના 18300 જેટલા ગામડાઓમાં ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજળી પ્રાપ્ત થઇ રહી છે. અગાઉના સમયમાં થોડા સમય માટે અને તે પણ ગમે ત્યારે વીજળી આવતી હતી અને લાખો ખેડૂતો સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. ભાજપ સરકારે તેમની સમસ્યા સમજીને તેનું નિવારણ કર્યું છે. પોતાના પ્રવચનમાં ગોરધનભાઈ ઝડફીયાએ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ હટાવીને કેન્દ્રની મોદી સરકારે હિંમતભર્યું પગલુંભર્યું હોવાનું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ પટેલે 2024 સુધીમાં સમગ્ર દેશમાં ઘર ઘર સુધી પાણી પહોંચાડવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. તેમણે ભારતને મહાસત્તા બનવા માટે તમામ મતદારોને ભાજપને મત આપવા અપીલ કરી હતી. રાજકોટ-69ના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે કહ્યું હતું કે,
ભાજપ સરકારે માત્ર અને માત્ર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે: ગોરધન ઝડફીયા
ભારતીય જનતાની નેતાગીરીએ મારામાં વિશ્વાસ મુકીને મારી જવાબદારી વધારી છે અને હું ખાતરી આપુ છું કે ચૂંટાય ગયા પછી હું પ્રજાકીય કામો માટે કાયમ ઉપલબ્ધ રહીશ. તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ પશ્ચિમ મત વિસ્તારમા હું એક જ નહીં ભાજપના તમામ કાર્યકરો ઉમેદવાર છે તેમ માનીને મહેનત કરી રહ્યા છે. આ પ્રસંગે પૂર્વ સંસદસભ્ય હરિભાઈ પટેલે પણ સભા ગજાવી હતી. તેમણે કહ્યું હતું કે, રાજકોટ પશ્ચિમનો વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે અને આ ગઢ આ વખતે વધુ મજબૂત થશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. આ જાહેરસભામાં રાજકોટ મહાપાલિકાની ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર નયનભાઈ ભોરણીયા અને તેમના સાથી કાર્યકરો કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ પટેલના હસ્તે કેસરિયો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા અને તમામ આગેવાનોએ તેમને પક્ષમાં આવકાર આપ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્યા, પ્રીતિબેન દોશી, અશ્વિનભાઈ પાંભર, બિપીનભાઈ બેરા, વોર્ડ પ્રભારી નીતિનભાઈ ભૂત ઉપરાંત સામાજિક આગેવાનો, પક્ષના હોદેદારો, કાર્યકર ભાઈ-બહેનો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ ઉમેદવાર ડૉ. દર્શિતાબેન શાહે જૈનધર્મના સ્થાનકોની મુલાકાત લઈ દર્શન કર્યા
ડો. દર્શિતાબેન શાહએ મહાસતિજીઓને નમન કરીને જીતના આશીર્વાદ મેળવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પશ્ચિમ વિધાનસભા-69 બેઠક પરથી ભાજપ ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે ચૂંટણી પ્રચારના પ્રારંભમાં વિવિધ ધાર્મિક સ્થળોના દર્શનાર્થે જઈ આશીર્વાદ મેળવ્યા હતા. ડો. દર્શિતાબેન શાહે વોર્ડ નં. 10માં આવેલા રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ ઓમાનવાળા ઉપાશ્રય સી.એચ. શેઠ પૌષધશાળા ચૌધરી હાઇસ્કૂલ સામે મણીયાર દેરાસર, ડુંગરશી મહારાજ ઉપાશ્રય, મનહરપ્લોટ ઉપાશ્રય અને અન્ય દેરાસરની મુલાકાત લઈ દર્શન કર્યા હતા તેમજ અક્ષર મંદિરમાં નીલકંઠ ભગવાનની પૂજા અર્ચના કરી હતી.
રોયલ પાક ઉપાશ્રય ખાતે મહાસતિજી વિમળાબાઈ સ્વામી, થાણા મહાસતિજી પદ્માબાઈ સ્વામી થાણા અને મહાસતિજી અજંતાબાઈ સ્વામી થાણાને નમન કરીને ડો. દર્શિતાબેન શાહે જીતના આશીર્વાદ મેળવ્યા હતાં. આ પ્રસંગે જૈન અગ્રણીઓ સર્વશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, જીતુભાઈ બેનાણી, ડોલરભાઈ કોઠારી, મુકેશભાઈ શેઠ, પ્રતાપભાઈ વોરા, રમેશભાઈ દોમડીયા, મુકેશભાઈ દોશી, જૈન સમાજના શ્રેષ્ઠીઓ, બહેનો, કોર્પોરેટરો મીનાબા જાડેજા, મહિલા મંડળના સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.