મારા પર મોદીને ફસાવવાનું દબાણ હતું, UPA સરકાર વખતે એન્કાઉન્ટર કેસમાં CBIએ મને ફોન કર્યો, કહ્યું- મોદીનું નામ આપી દો, છોડી દઈશું : શાહ
ખાસ-ખબર સંવાદદાતા
ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું કે યુપીએ શાસન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફસાવવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. શાહે કહ્યું કે ત્યારે ગુજરાતમાં સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ મારી પૂછપરછ કરી રહી હતી.
અમિત શાહે ન્યૂઝ 18ના કાર્યક્રમમાં આ વાત જણાવી હતી. તેમણે એજન્સીઓના દુરુપયોગના આરોપ પર કહ્યું- હું તમને કહીશ કે કેવી રીતે એજન્સીઓનો દુરુપયોગ થયો હતો. હું આનો શિકાર બન્યો છું. કોંગ્રેસે અમારી સામે ભ્રષ્ટાચારનો કેસ કર્યો નહીં. હું જ્યારે ગુજરાતનો ગૃહમંત્રી હતો ત્યારે એક એન્કાઉન્ટર થયું હતું. સીબીઆઈએ કેસ ફાઈલ કર્યો ને મારી ધરપકડ કરી.
ગૃહમંત્રીએ કહ્યું- 90% પૂછતાછ દરમિયાન તેઓ કહેતા રહ્યા કે તમે ચિંતા કેમ કરો છો. મોદીનું નામ લઈ લો અમે તમને છોડી દઈશું.
કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો રાહુલ ગાંધીને સંસદમાંથી હટાવવાનો વિરોધ કરી રહ્યા છે. ઘણા વિપક્ષી નેતાઓ સતત આરોપ લગાવી રહ્યા છે કે સરકાર વિપક્ષના અવાજને દબાવવા માટે ઊઉ અને ઈઇઈં જેવી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર દરમિયાન કેન્દ્રીય તપાસ બ્યુરોએ તેમના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ફસાવવા માટે દબાણ કર્યું હતું . ખાનગી ચેનલના કાર્યક્રમમાં વિપક્ષના આરોપ્ના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વાત કહી હતી.
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સીબીઆઈ મારા પર દબાણ કરી રહી હતી. આમ છતાં અમે ક્યારેય હાયતોબા નહોતી કરી. રાહુલ ગાંધીને સુરતની કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા એકમાત્ર એવા વ્યક્તિ નથી કે જેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હોય. તેમની પહેલા 19 સાંસદોની સભ્યતા ગઈ, તો લોકશાહી ખતરામાં ન હતી, માત્ર રાહુલ ગાંધીના કિસ્સામાં લોકશાહી ખતરામાં આવી ગઈ છે ?
અમિત શાહે કહ્યું કે, હું કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો શિકાર છું. શું કોંગ્રેસે અમારી વિરુધ્ધ ભ્રષ્ટાચારનો કેસ નહોતો કર્યો ? એક એન્કાઉન્ટર થયું હતું. તે સમયે હું ગુજરાતનો ગૃહમંત્રી હતો.સીબીઆઈએ મારી ધરપકડ કરી હતી. 90 ટકા સવાલોમાં એ જ હતું કે, કેમ પરેશાન થઈ રહ્યા છો, મોદીનું નામ આપી દો, તમને છોડી મૂકીશું.