ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ રાજયના ખેડૂતો માટે વિવિધ ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવાના નિર્ણયને આવકાર્યો છે. રાજયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સર્વસમાવેશક અને સર્વવ્યાપક વિકાસ થયો છે.
રાજયની ભાજપ સરકાર જનકલ્યાણના દરેક ક્ષેત્રને પ્રગતિના શીખરે પહોંચાડવા પ્રયત્નશીલ છે.ભાજપ સરકાર ઘ્વારા ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત થાય તે માટે પ્રધાનમંત્રી કિસાન કલ્યાણ સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે ત્યારે વિશ્વાસથી વિકાસ તરફ મજબુત કદમ સાથે આગળ વધી રહેલી રાજયની ડબલ એન્જિનવાળી ભાજપ સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઘ્વારા ખેડૂત અને ખેતીને વધુ સમૃધ્ધ બનાવવા અનેકવિધ પગલા લેવાઈ રહયા છે, ત્યારે રાજયના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો,વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોની સહાયની યોજનાનો મહતમ લાભ મળી 2હે તથા ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થાય તે આશયથી રાજયની ભાજપ સરકાર દ્વારા આગામી તા.7 ઓગસ્ટ 2023 સવારે 10:30થી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવી રહયું છે, ત્યારે રાજયભરના ખેડૂતવર્ગમાં રાજય સરકારના આ નિર્ણયથી ખુશાલી વ્યાપી ગઈ છે.