સાઉથ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ બેટિંગ કરવા મેદાનમાં આવે છે, ત્યારે મોટાભાગે સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ’ ગીત વગાડવામાં આવે છે. આવું શા માટે? કેશવે પોતે કર્યો મોટો ખુલાસો..
ક્રિકેટના મેદાનમાં જ્યારે મેચ ચાલી રહી હોય, ત્યારે ડીજેનું ગીત વાગે તે સ્વાભાવિક છે. આનાથી દર્શકોને મેચનો ભરપૂર આનંદ માણવાની તક મળે છે. પરંતુ એવું ભાગ્યે જ બને છે કે મેચમાં કોઈ ક્રિકેટર દ્વારા વિનંતી કરાયેલ ગીત ડીજે પર વગાડવામાં આવે. જો કે સાઉથ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ સાથે આવું જ કઇંક થાય છે. જ્યારે પણ મહારાજ બેટિંગ કરવા મેદાનમાં આવે છે, ત્યારે મોટાભાગે સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ’ ગીત વગાડવામાં આવે છે.
- Advertisement -
એવામાં હવે સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના સ્પિનર કેશવ મહારાજે ખુલાસો કર્યો છે કે જ્યારે તેઓ ભારત સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન બેટિંગ કરવા આવ્યા ત્યારે ‘રામ સિયારામ’ ગીત શા માટે વગાડવા કહ્યું હતું. કેશવ મહારાજના કહેવા પ્રમાણે, તેણે પોતે ડીજેને કહ્યું હતું કે જ્યારે તે બેટિંગ કરવા આવે ત્યારે આ ગીત વગાડે અને કેશવ મહારાજે તેની પાછળ મોટું કારણ જણાવ્યું છે. તેણે કહ્યું કે આ તેને તેના ઝોનમાં આવવા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
EXCLUSIVE | VIDEO: "Obviously, something that I put forward to the media lady and requested that song to be played. For me, God has been my greatest blessing, giving me guidance and opportunity. So, it's the least that I can do and it also just gets you in your zone. It's a nice… pic.twitter.com/TtDYg28oRN
— Press Trust of India (@PTI_News) January 9, 2024
- Advertisement -
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તાજેતરમાં રમાયેલી સીમિત ઓવરોની સીરિઝ દરમિયાન અને ત્યારબાદ ટેસ્ટ સીરિઝ દરમિયાન પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. નોંધનીય છે કે કેએલ રાહુલે ટેસ્ટ સિરીઝ દરમિયાન કેશવ મહારાજને પણ પૂછ્યું હતું, પરંતુ તેણે તે સમયે તેનો જવાબ આપ્યો ન હતો.
હવે આ વિશે ખુલાસો કરતાં 33 વર્ષીય મહારાજે કહ્યું કે તેમણે જ વિનંતી કરી હતી કે તેઓ જ્યારે પણ મેદાનમાં આવે ત્યારે આ ભક્તિ ગીત વગાડવામાં આવે. મહારાજ કહે છે કે તેઓ આ ગીત દ્વારા તેમની અદ્ભુત કારકિર્દી માટે ભગવાનનો આભાર માને છે. નોંધનીય છે કે ભારત સામે તમામ ફોર્મેટમાં પાંચ વિકેટ લીધી હતી. ડાબા હાથના સ્પિનરે તાજેતરમાં 2023 ODI વર્લ્ડ કપમાં 10 મેચમાં 4.15ના ઇકોનોમી રેટથી 15 વિકેટ લીધી હતી.
Keshav Maharaj said, "Ram Siya Ram is my entrance song. I'm a devotee of Lord Rama and Lord Hanuman, so I think it is a fitting song". pic.twitter.com/JNGxrzTfAJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 9, 2024
કેશવ મહારાજે કહ્યું કે, ‘મેચ દરમિયાન મેં પોતે આ ગીત વગાડવા માટે કહ્યું હતું. ભગવાનનો મારા પર ખૂબ આશીર્વાદ રહ્યો છે અને એમને હંમેશા મને રસ્તો બતાવ્યો છે, તેથી ઓછામાં ઓછું હું આં તો કરી શકું છું. આ મને મારા ઝોનમાં આવવા મદદ કરે છે. જ્યારે તમે મેદાનમાં પ્રવેશો છો, ત્યારે બેકગ્રાઉન્ડમાં ‘રામ સિયારામ’ ની ધૂન સાંભળીને આનંદ થાય છે.
કોણ છે કેશવ મહારાજ?
જણાવી દઈએ કે કેશવ મહારાજનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેમના પૂર્વજો મૂળ યુપીના સુલતાનપુરના રહેવાસી હતા. જો કે, વર્ષ 1874 માં, તેઓ આફ્રિકાના ડરબનમાં સ્થાયી થયા. દક્ષિણ આફ્રિકાના ખેલાડીનું પૂરું નામ કેશવ આત્માનંદ મહારાજ છે. આ સિવાય જ્યારે તે ભારતની મુલાકાતે આવે છે ત્યારે મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નથી. જેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે.