ભારત તેના જ જૂઠની અસુરક્ષતાનો ભાવ પેદા કરે છે પણ તેના વિધાન તેની મરજી
ખાસ-ખબર સંવાદદાતા
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભારતના મોઢેથી આતંકવાદના મુદે આકરા શબ્દો સાંભળ્યા બાદ પણ પાકિસ્તાનના વિદેશમંથી બિલાવલ ભુટોએ સ્વદેશ પરત ફરતા આતંકવાદ મુદે ભારતના વલણને ડિપ્લોમેટીક પ્રોપેગંડા- રાજદ્વારી કુપ્રચાર તરીકે ગણાવીને કહ્યું કે એસ.જયશંકર જે બોલ્યા તે તેના વિધાન અને તેની અરજી છે.
પણ એ મારૂ નિવેદન મિડિયા સમક્ષ આપ્યુ જ છે. આતંકવાદની પિડિત અને તેને ફેલાવવા કરી સાથે સાથે બેસીને ચર્ચા કરી શકે નહી ત્યાં (ભારતમાં) ખોટા પ્રોપેગંડાના કારણે તેમાં અસુરક્ષિતતાનો ભાવ અનુભવી રહ્યા છે અને જયારે મે મારી વાત કહી તો તે પ્રોપેગંડા ખત્મ થઈ જાય છે. આ ફકત ભારત માટે જ નથી પણ એ તમામ માટે છે જેઓ આતંકવાદ સાથે પાકિસ્તાનનું નામ જોડે છે. મે મારા રાજકીય ઈતિહાસમાં કદી એક પણ આતંકી સાથે બેઠો નથી.
બિલાવલ ભુટોએ કહ્યું કે લોકોની સામુહિક સુરક્ષાએ સૌની સંયુક્ત જવાબદારી છે.