દિલ્હી પોલીસને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલના નામથી એક ફોન આવ્યો હતો. જેમાં સ્વાતિ માલિવાલે સાથે મારપીટ થયાનો દાવો કર્યો હતો. અહેવાલો અનુસાર, પીસીઆરને આ ફોન દિલ્હી સીએમ હાઉસથી આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો કે, આ મામલે સ્વાતિ માલિવાલનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
કેજરીવાલના પીએ પર મારપીટ કર્યોનો આરોપ
અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસને સોમવારે (13મી મે) સવારે લગભગ 9 વાગે સીએમ હાઉસમાંથી બે વખત પીસીઆરને ફોન આવ્યો હતો, ફોન કરનાર પોતાને સ્વાતિ માલિવાલ બતાવ્યા હતા. તેમણે કહ્યું કે,’હું સ્વાતિ માલિવાલ બોલું છું, સીએમ હાઉસમાં મારી સાથે મારપીટ થઈ છે’, ફોન કરનારે સીએમ કેજરીવાલના પીએ પર મારપીટ કર્યોનો આરોપ લગાવ્યો હતો. જ્યારે પોલીસ સીએમ હાઉસ પહોંચી ત્યારે સ્વાતિ માલિવાલ ત્યાં ન હતા.
- Advertisement -
आज सुबह केजरीवाल के घर में स्वाति को पुलिस क्यों बुलानी पड़ी ?
क्या केजरीवाल के पीए बिभव ने स्वाति मालीवाल की पिटाई की ?
क्या मुख्यमंत्री का कार्यालय कोई स्पष्टीकरण देगा ?
- Advertisement -
ईश्वर करें मुख्यमंत्री के घर में महिला राज्यसभा सांसद की पिटाई की खबर झूठी हो
— Kapil Mishra (Modi Ka Pariwar) (@KapilMishra_IND) May 13, 2024
ભાજપના નેતાએ આપી પ્રતિક્રિયા
ભાજપના નેતા કપિલ મિશ્રાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે ‘X’પોસ્ટ કરીને લખ્યું કે, ‘આજે સવારે સ્વાતિ માલિવાલને કેજરીવાલના ઘરે પોલીસ કેમ બોલાવવી પડી? શું કેજરીવાલના પીએ બિભવે સ્વાતિ માલિવાલ સાથે મારપીટ કરી છે? શું મુખ્યમંત્રી કાર્યાલય કોઈ સ્પષ્ટતા આપશે? ભગવાન કરે સીએમ હાઉસમાં મહિલા રાજ્યસભા સાંસદ સાથે મારપીટ થયાના સમાચાર ખોટા સાબિત થાય.’