અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે આખી દુનિયા પરેશાન છે અને દુનિયાના મોટાભાગના દેશો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.
બીજી તરફ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે, જો મારી સરકાર બની તો રશિયા અને યુક્રેન યુધ્ધ હું એક દિવસમાં ખતમ કરાવી શકું છું. કારણકે હાલના રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમની પાર્ટીના નેતાઓ પાસે એટલી ક્ષમતા જ નથી કે આ મામલાનો ઉકેલ લાવી શકે.
- Advertisement -
ટ્રમ્પનુ કહેવુ છે કે, મારા રશિયન રાષ્ટ્રપતિ પુતિન તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે બહુ સારા સબંધો છે. હું જો ફરી અમેરિકામાં સત્તા પર આવ્યો તો બંને નેતાઓ વચ્ચે એક સમાધાન કરાવીશ અને દોઢ વર્ષથી ચાલી રહેલા જંગને એક જ દિવસમાં સમાપ્ત કરી દઈશ.
ટ્રમ્પે આગળ કહ્યુ હતુ કે, હું જેલેન્સ્કીને લાંબા સમયથી ઓળખુ છુ અને પુતિનનો પણ લાંબા સમયથી પરિચય છે. બંને સાથે મારે ગાઢ સબંધો છે. હું જેલેન્સ્કીને કહીશ કે બસ હવે બહુ થયુ અને પુતિનને કહીશ કે જો તમે સમાધાન નહીં કરો તો પછી અમેરિકા યુક્રેનને ઘણી મદદ કરવા તૈયાર છે. યુક્રેને વિચાર્યુ નહીં હોય તેટલી સહાયતા અમેરિકા કરશે. મને લાગે છે કે, મારી આ વાત સાંભળીને બંને નેતાઓ સમાધાન માટે તૈયાર થઈ જશે.મ્પનો દાવો



