પ્રણવ મુખરજીએ એરલાઈન ચાલું રાખવા કહ્યું હતું : વિજય માલ્યા
પ્રણવ મુખરજીએ બેન્કો મદદ કરશે તેવું વચન આપ્યું પણ કંઈ થયું નથી : મેં મારો બચાવ કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
એક સમયે બિઝનેસ જગતના મોટા નામોમાં ગણાતા વિજય માલ્યાને લોકો હવે ભાગેડું કહી રહી રહ્યા છે. ભારત પણ બ્રિટનથી માલ્યાના પ્રત્યાર્પણના પ્રયાસમાં લાગ્યું છે.
આ દરમિયાન તેમણે કિંગફિશર એરલાઇન્સના ડૂબવા પર ખૂલીને વાત કરી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પર પ્રહાર કર્યા. માલ્યાએ કહ્યું કે, કંપનીની ખરાબ સ્થિતિ સમયે તે પ્રણવ મુખર્જી પાસે ગયો હતો.
એક પોડકાસ્ટમાં માલ્યાએ ’2008માં વૈશ્વિક આર્થિક મંદીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, હું આ વાતથી સંમત છું કે, 2008 સુધી અમારા પક્ષમાં કામ કર્યું. ત્યાર પછી શું થયું? શું તમે ક્યારેય લેહમન બંધુનું નામ સાંભળ્યું છે? તમે ક્યારેય વૈશ્વિક સંકટ વિશે સાંભળ્યું છે? શું તેની ભારત પર અસર નહીં પડી હોય? વૈશ્વિક મંદીના કારણે દરેક સેક્ટર પર અસર પડી હતી. પૈસા આવવાના અટકી ગયા હતા, ત્યારે ભારતીય રૂપિયાના મૂલ્ય પર પણ તેની અસર થઈ હતી.’ કિંગફિશર એરલાઇન્સની મુશ્કેલીના સમયની વાત યાદ કરતાં માલ્યાએ કહ્યું કે, ’હું પ્રણવ મુખર્જી પાસે ગયો હતો અને કહ્યું હતું કે, એક મુશ્કેલી છે.
કિંગફિશર એરલાઇન્સનું કામ ઓછું કરવાની જરૂર છે. વિમાનોની સંખ્યા ઘટાડવા, કર્મચારીઓને કાઢવાની જરૂર છે, કારણ કે આવી આર્થિક સ્થિતિમાં કામ નહીં કરી શકાય. જોકે, ત્યારે મને કામ ઘટાડવાનો ઇન્કાર કરી દેવાયો. મને કહ્યું કે, કામ ચાલુ રાખો, બેન્ક તમારી મદદ કરશે. આ બધું આ પ્રકારે જ શરુ થયું. કિંગફિશર એરલાઇન્સને પોતાની બધી ઉડાન કેન્સલ કરવી પડી અને બાદમાં એરલાઇન્સને સંઘર્ષ કરવો પડ્યો. જે સમયે મેં લોન માંગી ત્યારે કંપનીનું પ્રદર્શન સારું નહોતું.’માલ્યાએ ખુદને ચોર કહેવાના પ્રશ્ન પર કહ્યું કે, ’માર્ચ 2016 બાદ ભારત ન જવાના કારણે મને ભાગેડું કહેવામાં આવે છે. હું ભાગ્યો નહતો. હું પહેલાંથી નક્કી કરેલી યાત્રા પર ભારતથી નીકળ્યો હતો. એ સાચું છે કે, હું મને યોગ્ય લાગ્યા તે કારણોથી પરત ન ફર્યો. એવામાં જો તમે મને ભાગેડું કહો છો તો કહો પરંતુ, ચોર ક્યાંથી આવી ગયું… ક્યાં થઈ છે ચોરી? કિંગફિશર એરલાઇન્સની મુશ્કેલીના સમયની વાત યાદ કરતાં માલ્યાએ કહ્યું કે, ’હું પ્રણવ મુખર્જી પાસે ગયો હતો અને કહ્યું હતું કે, એક મુશ્કેલી છે. કિંગફિશર એરલાઇન્સનું કામ ઓછું કરવાની જરૂર છે. વિમાનોની સંખ્યા ઘટાડવા, કર્મચારીઓને કાઢવાની જરૂર છે, કારણ કે આવી આર્થિક સ્થિતિમાં કામ નહીં કરી શકાય. જોકે, ત્યારે મને કામ ઘટાડવાનો ઇન્કાર કરી દેવાયો. મને કહ્યું કે, કામ ચાલુ રાખો, બેન્ક તમારી મદદ કરશે. આ બધું આ પ્રકારે જ શરુ થયું. કિંગફિશર એરલાઇન્સને પોતાની બધી ઉડાન કેન્સલ કરવી પડી અને બાદમાં એરલાઇન્સને સંઘર્ષ કરવો પડ્યો. જે સમયે મેં લોન માંગી ત્યારે કંપનીનું પ્રદર્શન સારું નહોતું.’ માલ્યાએ ખુદને ચોર કહેવાના પ્રશ્ન પર કહ્યું કે, ’માર્ચ 2016 બાદ ભારત ન જવાના કારણે મને ભાગેડું કહેવામાં આવે છે. હું ભાગ્યો નહતો. હું પહેલાંથી નક્કી કરેલી યાત્રા પર ભારતથી નીકળ્યો હતો. એ સાચું છે કે, હું મને યોગ્ય લાગ્યા તે કારણોથી પરત ન ફર્યો. એવામાં જો તમે મને ભાગેડું કહો છો તો કહો પરંતુ, ચોર ક્યાંથી આવી ગયું… ક્યાં થઈ છે ચોરી?
- Advertisement -
ક્રિકેટ નહીં દારૂની બ્રાન્ડના પ્રચાર માટે ખરીદી હતી RCB
વિજય માલ્યાની કબૂલાત
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ IPL 2025નો ખિતાબ જીત્યા બાદ સતત ચર્ચામાં છે. 18 વર્ષ બાદ ટીમે પહેલીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાએ આ ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરી અને RCB ખરીદવા પાછળનું વાસ્તવિક કારણ પણ જણાવ્યું છે.
યુટ્યુબર રાજ શમાણી સાથે પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન માલ્યાએ કહ્યું કે, RCB સાથે મારો સંબંધ લલિત મોદીના અપ્રોચથી શરૂ થયો હતો. તેમણે કહ્યું કે, ’લલિત મોદીએ ઇઈઈઈં કમિટી સમક્ષ ઈંઙક માટે પોતાનું વિઝન રજૂ કર્યું હતું, જેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો. એક દિવસ તેમણે મને ફોન કર્યો અને કહ્યું કે ટીમોનું ઓક્શન થવા જઈ રહ્યું છે, શું તમે ટીમ ખરીદવા માંગો છો? ત્યારબાદ મેં ત્રણ ફ્રેન્ચાઇઝી માટે બોલી લગાવી. મેં મુંબઈની ટીમ માટે પણ બોલી લગાવી હતી, પરંતુ ખૂબ જ ઓછા માર્જિનથી રહી ગયો.’
માલ્યાએ આગળ કહ્યું કે, જ્યારે મેં 2008માં RCB ખરીદવા માટે બોલી લગાવી ત્યારે મેં ઈંઙકને ભારતીય ક્રકેટ માટે ગેમ ચેન્જર તરીકે જોયું. મારું વિઝન એક એવી ટીમ બનાવવાનું હતું જે બેંગ્લુરુની ઓળખ બને. ઉર્જાથી ભરપૂર, મોર્ડન અને ગ્લેમરસ. તે સમયે અમે 112 મિલિયન ડોલર (લગભગ રૂ. 600-700 કરોડ)ની બોલી લગાવી હતી, જે તે સમયે બીજી સૌથી મોટી બોલી હતી. મને આ લીગની પોટેન્શિયલ પર પૂરો વિશ્વાસ હતો.
હું ઇચ્છતો હતો કે RCB માત્ર એક ક્રિકેટ ટીમ નહીં પણ એક બ્રાન્ડ બને. તેથી મેં તેને ‘રોયલ ચેલેન્જ’ સાથે જોડી, જે અમારી સૌથી વધુ વેચાતી દારૂ બ્રાન્ડ્સમાંની એક હતી. આનાથી ટીમને એક મજબૂત અને પ્રીમિયમ ઓળખ મળી.
માલ્યાએ એ કબૂલ કર્યું કે, છઈઇ ખરીદવા પાછળ મારો ઈરાદો ક્રિકેટ નહીં પણ ની પોતાની વ્હિસ્કી બ્રાન્ડ ‘રોયલ ચેલેન્જ’ને પ્રમોટ કરવાનો હતો. તેણે કહ્યું કે, ’હું ઈચ્છતો હતો કે, RCB માત્ર એક ક્રિકેટ ટીમ જ ન રહે, પરંતુ એક લાઇફસ્ટાઈલ બ્રાન્ડ બને. આફ્ટર પાર્ટીસ, ચીયરલીડર્સ, ચાહકો સાથે જોડાવું, આ બધું સમજી વિચારીને કરવામાં આવ્યું હતું, જેથી છઈઇને સૌથી ગ્લેમરસ ફ્રેન્ચાઈઝી બનાવી શકાય. કિંગફિશર અને રોયલ ચેલેન્જ અમારા સ્પોન્સર હતા, તો અમે દરેક મેચને એક મોટી ઈવેન્ટ બનાવી દીધી. લોકોએ કહ્યું કે આ બધુ એક દેખાડો છે, પરંતુ અમારા માટે તે એક વ્યૂહરચના હતી.
બેંગ્લોરના લોકોને આ બધું ખૂબ પસંદ આવ્યું અને ધીમે-ધીમે RCBશહેરની ધડકન બની ગઈ.’



