છાત્રાઓની છેડતી મામલે જ્ઞાનજ્યોત સ્કૂલનાં લંપટ દિનેશને બચાવવા પત્ની સીમા જોશીનાં હવાતિયાં
મહિલા ભાજપ અગ્રણી અને તેના પુત્રએ શિક્ષિકા અને છાત્રા સાથે કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાઇરલ
સીમા જોશીનાં પુત્રએ શિક્ષિકાને ધમકી આપી
આ ઓડિયો ક્લિપમાં સીમા જોશીનો પુત્ર શિક્ષિકાને કહે છે કે, તમે કોઈ છોકરા સાથે રખડો છો તેવું તમારા પપ્પાને કહું તો તે માનશે? કોઈને ખોટી રીતે બદનામ ન કરો. નરેન્દ્ર મોદી વિશે ખોટું બોલનાર જેલમાં જાય, મને 16 ગામ ઓળખે છે. તમારા લગ્ન નથી થયા એટલે હેરાન થઇ જશો. સામે પક્ષે શિક્ષિકા કહે છે કે, મેં વિદ્યાર્થિનીની રજૂઆત સાંભળી અને અગાઉ શિક્ષિકાએ મને સર વિશે કહ્યું હતું તેટલું જ જાણું છું.
ખાસ-ખબર સંવાદદાતા
લોધિકાના નવી મેંગણીની જ્ઞાનજ્યોત સ્કૂલની બે વિદ્યાર્થિનીને પાછળથી જકડી સ્કૂલ સંચાલક દિનેશ જોશીએ છેડતી કરી હતી. આ કેસમાં વગદાર સંચાલક સતત ચોથા દિવસે પોલીસ પકડથી દૂર છે. તેની પત્ની સીમા જોશી જિલ્લા ભાજપના મહિલા અગ્રણી છે. હવે પતિને બચાવવા માટે સીમા જોશી પીડિત વિદ્યાર્થિની અને શિક્ષિકાને ફોન પર બેક્ષમ ધમકી આપતી ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે. જેમાં સીમા જોશી છાત્રાને કહે છે કે, હું તો ઇન્દ્રની અપ્સરા છું, મારો
- Advertisement -
પતિ મને મૂકી તારી સામે જુએ કે થૂંકે પણ નહીં. તેમજ વિદ્યાર્થિનીને બેફામ ગાળો પણ આપે છે.
સીમા જોશીનો પુત્ર પણ વિદ્યાર્થિનીને ધમકી આપતા કહે છે કે, જો તું ખોટી હોઈશ તો તને પોલીસ ભેગી કરી દઈશ. અને નહી હોય તો ઘરભેગી કરી દઇશું. બાદમાં મહિલા અગ્રણી સ્કૂલની શિક્ષિકા પ્રિયંકાબેનને ફોન પર ધમકી આપે છે. જેમાં કહે છે કે, તે ક્યારે જોયું સરને આમ કરતા અને વિદ્યાર્થિનીઓ સામે બોલી કે અગાઉ પણ એક શિક્ષિકા સાથે સરે આવું કર્યું હતું? 25 વર્ષથી મારો ધણી સ્કૂલ ચલાવે છે. તારામાં શું છે તે તારી સામે જુએ? તારૂ બે વિદ્યાર્થિની અને પૃથ્વી સરનું બધું બહાર આવશે. પોલીસને સાથે લઇ આવી કેસ કરું છું.