“મેં જ તમારું નામ બનાવ્યું હતું”: ઇંગ્લેન્ડના મહાન ખેલાડીએ સચિન તેંડુલકરને કહ્યું.
ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. આ દરમિયાન ઇંગ્લૅન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એલન લેમ્બે સચિન તેંડુલકરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે.’
- Advertisement -
જો કે, તેમણે આ વાત હળવા અંદાજમાં કહી હતી. તે સચિન તેંડુલકરનું ખૂબ સન્માન કરે છે અને તેમના મોટા ચાહક છે.
મેં સચિન તેંડુલકરનો કેચ સ્લિપમાં છોડી દીધો હતો: એલન લેમ્બ
એક મીડિયા ઈન્ટરવ્યૂમાં ઇંગ્લૅન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એલન લેમ્બને સવાલ કરવામાં આવ્યો હતો કે, તમે સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાંથી કોને ઉપર રાખવા માંગો છો? જવાબમાં એલન લેમ્બને કહ્યું, ‘ખૂબ જ સરળ છે, સચિન તેંડુલકર. જ્યારે તે (સચિન તેંડુલકર) 18 વર્ષના હતા ત્યારે હું તેમની સામે રમ્યો હતો. મેં તેનો કેચ સ્લિપમાં છોડી દીધો હતો. આ તકનો ફાયદો ઉઠાવીને તેણે સદી ફટકારી હતી. તેથી જ હું સચિનને હંમેશા કહું છું કે, મારા લીધે તારું નામ થયું છે.’
- Advertisement -
કોહલી અંગે શું કહ્યું?
વિરાટ કોહલી અંગે એલન લેમ્બ કહ્યું, ‘કોહલી એક શાનદાર ખેલાડી છે. તેની પાસે દરેક પ્રકારના શોટ રમવાની ક્ષમતા છે અને તે ઝડપથી રન બનાવી શકે છે. પરંતુ હું જે ખેલાડીઓ સામે રમ્યો છું તેની વાત કરું તો હું સચિન તેંડુલકરનું નામ લઈશ. હું તેને સુનીલ ગાવસ્કરથી પણ આગળ રાખીશ.’
એલન લેમ્બે કપિલ દેવ વિશે શું કહ્યું?
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન કપિલ દેવ વિશે એલન લેમ્બે કહ્યું છે કે, ‘મને કપિલ દેવની રમવાની રીત ખૂબ ગમતી હતી. અમે નોર્થમ્પ્ટનમાં સાથે રમ્યા હતા. મને યાદ છે કે તે મારી પાસે આવ્યા હતા અને મેં કહ્યું હતું કે, કપી હું ખૂબ ખુશ છું કે તમે અહીં આવ્યા છો. આપણે આપણી બોલિંગને મજબૂત બનાવવાની જરૂર છે. ત્યારે તેમણે કહ્યું હતું કે, ના હું મારી બોલિંગ નહીં, પણ મારી બેટિંગ સુધારવા આવ્યો છું. હું અહીં એક બેટ્સમેન તરીકે આવ્યો છું, જેનો મને આનંદ છે.’
એલન લેમ્બે કેચ છોડ્યો અને સચિને ટેસ્ટમાં પહેલી સદી ફટકારી
ઑગસ્ટ 1990માં માન્ચેસ્ટરમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. તે સમયે 18 વર્ષની ઉંમરે સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી સદી ફટકારી હતી. આ મેચમાં એલન લેમ્બે સચિન તેંડુલકરનો કેચ છોડ્યો હતો.