NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન 452 મતો સાથે જીત્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર બાદ વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આજે સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. હું આ પરિણામને સંપૂર્ણ ઈમાનદારી અને આપણા લોકતંત્ર પર અતૂટ વિશ્વાસ સાથે સ્વીકારું છું.’
- Advertisement -
સુદર્શન રેડ્ડીએ શું કહ્યું
સુદર્શન રેડ્ડીએ વધુમાં કહ્યું કે, ‘ભલે ચૂંટણી પરિણામ મારા પક્ષમાં ન આવ્યું, પરંતુ જે મોટા ઉદ્દેશ્ય માટે અમે બધાની સાથે મળીને લડી રહ્યા હતા તે હજુ પણ ચાલુ છે. વિચારધારાની આ લડાઈ વધુ મજબૂતાઈ સાથે ચાલુ રહેશે. નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ તેમના કાર્યકાળ દરમિયાન દેશની સેવા કરવામાં સફળ રહે.’
સી.પી. રાધાકૃષ્ણને સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્યા
- Advertisement -
સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ એનડીએના ઉમેદવાર હતા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. આ ચૂંટણીમાં કુલ 788 લોકો મતદાન કરી શક્યા હોત, પરંતુ 781 લોકોએ મતદાન કર્યું હતું. મતદાનની ટકાવારી ખૂબ જ ઊંચી હતી, 98.2%. કુલ 767 મત પડ્યા હતા, જેમાંથી 752 મત માન્ય ગણવામાં આવ્યા હતા. સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા, જ્યારે તેમના વિરોધી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા. સીપી રાધાકૃષ્ણન આ ચૂંટણીમાં 152 વોટના મોટા માર્જિનથી જીત્યા હતા.




