શેરબજારમાં આઈપીઓની ધુમ અને જંગી માત્રામાં નાણાં ઠલવાઈ રહ્યા છે. ત્યારે ઓટો ક્ષેત્રની કંપની હુંડાઈએ 15મી ઓકટોબરથી ખુલનારા આઈપીઓની સાઈઝ 27800 કરોડની કરી છે. જે અગાઉ 25000 કરોડ એકત્રીત કરવાની યોજના હતી.
ઈન્વેસ્ટમેન્ટ બેંકીંગ સુત્રોએ કહ્યું કે ભારતના ઈતિહાસનો આ સૌથી મોટો આઈપીઓ બનશે મે 2022 માં એલઆઈસીએ 21708 કરોડના આઈપીઓનો રેકોર્ડ બનાવ્યો હતો સંભવીત 1865 થી 1960 ના પ્રાઈઝ બેન્ડના આ આઈપીઓનાં આધારે કંપનીનું વેલ્યુએશન 19 અબજ ડોલર થવા જાય છે.
- Advertisement -
જે અગાઉના 18 અબજ ડોલર અંદાજીત હતું. ભારતની સૌથી મોટી ઓટો કંપની મારૂતીનું વેલ્યુએશન 47.53 અબજ ડોલર, મહિન્દ્રનું 43.46 અબજ ડોલર તથા ટાટા મોટર્સનું 27.60 અબજ ડોલર છે.હુંડાઈએ મંગળવારે 142.2 મીલીયન શેરના ઓફર ફોર સેલ ઈસ્યુ માટે પ્રોસ્પ્રેકટસ ફાઈલ કર્યું હતું.