ખાસ-ખબર સંવાદદાતા
કોચ્ચી એરપોર્ટ પર એક મોટો વિમાન અકસ્માત ટળ્યો હતો. લેન્ડીંગ દરમિયાન સંયુક્ત અરબ અમિરાતની ફલાઈટમાં હાઈડ્રોલીક ફેઇલ થઇ ગઇ હતી. જો કે સદનસીબે દુર્ઘટના ટળી હતી. અને વિમાનનું સલામત ઉતરાણ થયું હતું. કોચ્ચી એરપોર્ટ પર શુક્રવારે એક મોટી દુર્ઘટના ટળી હતી.
સંયુક્ત અરબ અમિરાતની શાહજાહથી રવાના થઇ કોચ્ચી જતી એર એેરેબિયાની ફલાઈટ માં સાંજે ઉતરાણ સમયે ખરકાબી આવી ગઇ હતી. હાઈડ્રોલિક ફેઇલ થઇ ગઇ હતી. જો કે તેમ છતાં વિમાનને સુરક્ષિત ઉતારવામાં આવ્યું હતું.