સૌરાષ્ટ્ર રણજી કેપ્ટન જયદેવ ઉનડકટએ છેલ્લી ઓવરમાં 26 રન આપ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે 2 રનથી રોમાંચક જીત હાંસલ કરી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા જછઇંએ 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સે સારી શરૂઆત કરી ન હતી કારણ કે ટીમે 20 રનની અંદર ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે સેમ કરન અને સિકંદર રઝાએ અનુક્રમે 29 રન અને 28 રન બનાવીને પંજાબની વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ સાબિત થયા હતા. જછઇં વતી, ખાસ કરીને ભુવનેશ્ર્વર કુમાર અને કેપ્ટન પેટ કમિન્સે ચુસ્ત બોલિંગ કરી અને પંજાબના બેટ્સમેનોને દબાણમાં મુક્યા. પંજાબના હીરો શશાંક સિંહે ગુજરાત ટાઇટન્સ સામે 46 રનની ઇનિંગ રમી હતી, જ્યારે આશુતોષ શર્માએ પણ છેલ્લી ઓવરોમાં ધમાલ મચાવી હતી, પરંતુ તેની મહેનત છતાં પંજાબનો 2 રને પરાજય થયો હતો.
પંજાબ સતત વિકેટ ગુમાવી રહ્યું હતું, જેથી ટીમને છેલ્લી 5 ઓવરમાં 78 રન બનાવવાના હતા. વધુ રન બનાવવાના દબાણમાં જીતેશ શર્માએ 16મી ઓવરમાં સિક્સર ફટકાર્યા બાદ બીજા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી, જેણે 11 બોલમાં 19 રન બનાવ્યા હતા. પંજાબના બેટ્સમેનોએ આગામી 2 ઓવરમાં ચોક્કસપણે 28 રન બનાવ્યા હતા, પરંતુ તેમને હજુ 18 બોલમાં 50 રનની જરૂર હતી. શશાંક સિંહ અને આશુતોષ શર્માની જોડી ફરી એકવાર મેચમાં વાપસી કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ તેમની સામે છેલ્લા 6 બોલમાં 29 રન બનાવવાનો મુશ્ર્કેલ પડકાર હતો. છેલ્લી ઓવરનો પહેલો બોલ નીતીશના હાથે કેચ છૂટીને બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો હતો. તો બીજી તરફ બે વાઈડ બોલ નાખ્યા બાદ જયદેવ અનડકટે ફરી સિક્સર ખાધી. પંજાબને છેલ્લા 3 બોલમાં માત્ર 13 રનની જરૂર હતી. જ્યારે છેલ્લા બોલનો વારો આવ્યો ત્યારે પંજાબને 9 રનની જરૂર હતી. શશાંક સિંહે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી, તેમ છતાં પંજાબને 2 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈનિંગની આ છેલ્લી ઓવરમાં જયદેવ ઉનડકટે 26 રન આપ્યા હતા.
કોહલી ઝ-20 વર્લ્ડ કપની ટીમમાં હોવો જોઈએ : બ્રાયન લારા
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ વિશ્વકપ ટી-20 ટીમમાં વિરાટ કોહલીના સમાવેશનું સમર્થન કર્યું છે. તેણે સોમવારે કહ્યું કે, કોહલીની ઉપયોગીતા તેની સ્ટ્રાઈક રેટથી પણ આગળ વધી ગઈ છે.કોહલીએ રાજસ્થાન સામે 67 બોલમાં સદી ફટકારી હતી, જે આઈપીએલમાં સંયુક્ત રીતે સૌથી ધીમી સદી હતી. આ પછી તેને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. લારાએ કહ્યું, સ્ટ્રાઈક રેટ તમે કઈ જગ્યાએ રમો છો તેના પર નિર્ભર કરે છે. ઓપનરનો 130-140નો સ્ટ્રાઈક રેટ પૂરતો છે. પરંતુ જો તમે મિડલ ઓર્ડરમાં આવો છો તો તે 150-160 હોવો જોઈએ. બેટ્સમેનો છેલ્લી ઓવરોમાં 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યા છે.